________________
કંસ અને જીવયશા.
( ૧૧૭ )
""
હતા. એક વખતે કાઇ નિમિત્તિએ આવી તેમને કહ્યુ કે રાજેંદ્ર ! શાક કશ નહીં. તમારા ભાઈ વસુદેવ હજી જીવતા છે. ” નિમિત્તિઆના આ વચન સાંભળતાંજ સમુદ્રવિજય સાન દાશ્ચર્ય થઇ ગયા. અને તેમના હૃદયના શાક જરા શમી ગયા. તેવામાં અરિષ્ટપુરના રાજા રૂધિર તરફથી તેની પુત્રી રાહિણીના સ્વયંવરનું આમંત્રણ આપ્યુ. રાજા સમુદ્રવિજય પેાતાના ભાઇઓ સહિત તે સ્વયંવરના ઉત્સવ જોવાને અષ્ટિપુરમાં આણ્યે. તે કન્યાની પ્રાપ્તિને માટે નહીં, પણ પેતાના ભાઈ વસુદેવના વિયેાગથી થયેલા દુ:ખને નિવારણ કરવા માટે આળ્યા હતા. તે પ્રસંગે જરાસંઘ વગેરે મોટા મોટા રાજાએ આવ્યા હતા. જ્યારે સ્વયંવરના સમય થયેા એટલે રાજાએ ઉત્તમ પોશાક પહેરી પાતપાતાને ચેાગ્ય એવા આસન ઉપર આવીને બેઠા. રાજા સમુદ્રવિજય પણ તે કૈાતુક જોવાને એક માસન ઉપર આવીને બેઠા. સર્વ રાજસમાજ આવી રહ્યા પછી રાજકન્યા રાહિણી પાતાની દાસીઓના પરિવાર સાથે મડપમાં દાખલ થઇ. તે રાજખાળા પેાતાના કટાક્ષથી સર્વ રાજમડળને અવલેાકવા લાગી. રાજકુમારી રાહિણીના મુખચંદ્રને જોઇ સર્વ રાજાએ ના વદનરૂપી કુમુદ પ્રફુલ્લિત થવા લાગ્યાં, અને તેને વરવાની ઉમદા આશાઓ બાંધવા લાગ્યા. અનુક્રમે સરાજાઓના ગુણુ, રૂપ, કુળ તથા રાજ્યસમૃદ્ધિ વગેરેનુ વૃત્તાંત રાહિણીને તેની સખી સ ંભળાવવા લાગી. બધું સાંભળ્યા પછી અને એક વાર સર્વ રાજાઓના મુખ જોયા પછી મૃગાક્ષી રાહિણીએ