________________
( ૧૧૬ )
જૈન મહાભારત.
,,
લાગણી વિશેષ દુખાણી હતી અને તેણે કેટલાક દિવસ સુધી વસુદેવના મરણના શાક પાન્યા હતા. એક વખતે કંસ પા તાની રાણી જીવયશાની સાથે અંત:પુરમાં બેઠા હતો. વિષયની વાપિકારૂપ જીવયશા કંસની સાથે સ્વાથી સ્નેહ ધારણ કરતી હતી. તેણીના મત્ત હૃદયમાં અનેક તર્કવિતર્ક થયા કરતા હતા. આ વખતે એક દૂતે આવી ખબર આપ્યા કે, “ કાષ્ઠ માણસ આપને મળવાની ઇચ્છા રાખે છે, ”સે પ્રવેશ કરાવાની આજ્ઞા આપી એટલે તે પુરૂષ કંસની પાસે આવી પ્રણામ કરી કહ્યું કે, “મહારાજા ! હું આપને એક વધામણી આપવા આવ્યો છું. ” સે ઈંતેજારીથી કંસે પુછ્યુ, “ એવી શી વધામણી છે? જલદી કહે ” દૂતે આનંદ પૂર્ણાંક કહ્યું, મહારાજા ! હું સમુદ્રવિજય રાજાને દૂત છું. રાજા સમુદ્રવિજયે કહેવરાવ્યું છે કે, “ તમારા પાળક પિતા અને મારા નાના ભાઇ વસુદેવ કે જેને આપણે મૃત્યુ પામેલા જાણતા હતા, તે જીવતા છે અને અરિષ્ટપુરના રાજા રૂધિરની રાહિણી નામની કન્યાને સ્વયંવરમાં વરી અમારે ત્યાં આવેલ છે. ” કૃતના આ વચન સાંભળી મથુરાપતિ કસ ઘણેાજ આનદ પામ્યા અને તેણે તે તને સારી સારી વસ્તુઓ ઇનામમાં આપી. પછી તેને પુછ્યુ કે “ મારા પાળક પિતા વસુદેવ શી રીતે પ્રગટ થયા ? અને તેએ સ્વયંવરમાં રાહિણીને શી રીતે વયો ? એ વૃત્તાંત મને સાંભળાવ. કસના આવાં વચના સાંભળી તે દૂત બેક્લ્યા—વસુદેવના મરણના નિશ્ચય કરી અમારા રાજા સમુદ્રવિજય ઘણેા વખત શાકાતુર રહેતા
ર
""