________________
ચિત્રપટ
(૮૧)
ધૃતરાષ્ટ્રનાં આવાં વચના સાંભળી તેના અતિ આગ્રહથી વિચારી ભીષ્મે પાંડુને રાજ્યાસનપર બેસાર્યા અને હસ્તિનાપુરના વિશાળ રાજ્યમાં તેની આજ્ઞા પ્રવત્તોવી. પાંડુ રાજ્યકાર્ય માં નિપુણ થયા હતા, તેથી તેની સત્કીત્તિ ત્રણે લેાકમાં વ્યાપિ ગઇ. પાંડુના રાજ્યકારભાર ભીષ્મ તથા ધૃતરાષ્ટ્ર ચલાવતા હતા, તેથી પાંડુને કાઇ જાતને શ્રમ પડતા નહતા, તેણે કેટલાકએક અધમી રાજાઓને વશ કર્યા હતા. કેટલાએક દિવસ પછી ગાંધાર દેશના રાજા સુખલના પુત્ર શકુનિ પેાતાની આઠ વ્હેનાને તેડી હસ્તિનાપુરમાં આબ્યા હતા, અને તેણે રતિના જેવી તે સુંદરીઓને ભીષ્મને પ્રાર્થના કરી ધૃતરાષ્ટ્રનો સાથે પરણાવી હતી. તે લગ્નમહાત્સવ મોટી ધામધૂમથી હસ્તિનાપુરમાં થયા હતા.
cr
ધૃતરાષ્ટ્ર વિવાહિત થયા પછી ભીષ્મને વિચાર થયે। કે, “ હવે કાઇ પણ ચેાગ્ય કન્યા મળે તે પાંડુના વિવાહ કરવા. ’’ હસ્તિનાપુરની મહારાણી થવાને લાયક કોઇ ઉત્તમ રાજકન્યાની શેાધ કરવાને ભીષ્મની પ્રવૃત્તિ હતી. એવામાં તે પાતાના ભત્રીજા પાંડુ કુમારને લઈ હસ્તિનાપુરમાં ફેરવા નીકળ્યા અને ત્યાં અચાનક આ ચિત્રપટ્ટવાળા પ્રવાસી તેના જોવામાં આવ્યે છે.
ચિત્રમાં ચિતરેલી અનુપમ દિવ્ય સુ ંદરીને જોઇ ભીષ્મે વિચાર કર્યો કે, “ આ કાઇ દિવ્ય સુંદરી પાંડુને લાયક છે.