________________
(૮૨)
જૈન મહાભારત. આ અનુપમ અંગના જે પાંડુને પ્રાપ્ત થાય તે બહુ સારી વાત બને” આવા વિચારથી ભમે તે પ્રવાસીને પુછયું,
ભદ્ર, આ કમલવદની કઈ સુંદરબાળાનું ચિત્ર છે? રૂપથી સર્વ દિવ્ય કન્યાઓને જીતનાર અને લાવણ્યથી દેદીપ્યમાન આ બાળા કેની પુત્રી છે? અને આ ચિત્ર લઈ તું શા માટે ફરે છે?” ભીષ્મનાં આવાં વચન સાંભળી તે પ્રવાસી મંદહાસ્ય કરી બે -“આયુષ્ય, યમુના નદીના તટ ઉપર મથુરા નામની નગરી છે. તેમાં થદુ નામે એક મહાપરાક્રમી રાજા થઈ ગયા છે. તેના વંશજો હાલ તે નગરમાં રાજ્ય કરે છે. યદુરાજાને શૂર નામે પુત્ર થયા હતા. તે પણ ઘણો જ વિર્યવાન રાજા હતા. તેને શેરિ અને સુવીર નામે બે પુત્ર થયા હતા. તે પુત્રે સર્વ રીતે ગુણવાન અને લાયક થયા એટલે શુર રાજા શરિને રાજ્યપદ અને સુવીરને યુવરાજપદ આપી દીક્ષા લઈ વનમાં તપશ્ચર્યા કરવા ગયે હતે. એક વખતે શરિ પિતાના નાનાભાઈ સુવીરને મથુરાનું રાજ્ય આપી કુશાવત દેશમાં ફરવા નીકળ્યા. ત્યાં તે દેશ ઉત્તમ જાણી તેણે તેમાં શૈર્યપુર નામે એક ઉત્તમ નગર વસાવ્યું અને તેમાં પોતે વાસ કરીને રહ્યો હતે. થોડા વખતમાં તેની ન્યાયવૃત્તિથી એ રાજ્ય ઘણું આબાદ થયું અને તેની અંદર વસનારી પ્રજાએ ઘણી સમૃદ્ધિવાન્ થઈ હતી. શરિને તે રાજ્યમાં ઘણા પુત્ર થયા હતા. તેમાં અંધકવૃષ્ણિ મુખ્ય હતું. રાજા શરિએ કુશાવર્તદેશના રાજ્ય ઉપર