________________
જૈન મહાભારત.
(૮૦)
સર્વ સ્થળે અંધકાર થઈ જાય, તેમ વિચિત્રવીર્ય ના મરણથી સર્વ દિશાએ નિસ્તેજ દેખાવા લાગી. આ વખતે સત્યવતીએ જે વિલાપ અને જે શાક પ્રદર્શિત કર્યા હતા, તે અવનીય હતા. અંખા, અબાલિકા અને અખિકા—એ ત્રણ સ્ત્રીઓએ પણ ભારે આક્ર ંદ કર્યું હતુ.
વિચિત્રવીર્ય ના મરણ પછી તેના ત્રણ પુત્રાની વ્યવસ્થા તેમના કાકા ભીષ્મ ઉપર આવી પડી. મહાવીર ભીષ્મે તે નાના બાળકાને કેળવણી આપી સુશિક્ષિત બનાવ્યા અને યુદ્ધકળાની સારી તાલીમ આપી હતી. ભીષ્મના પરાક્રમથી હસ્તિનાપુરના રાજ્ય ઉપર કાઇ શત્રુ રાજા આવી શકયા નહીં. ભીષ્મે તે ત્રણે પુત્રાને સમગ્ર વિદ્યામાં કુશળ કર્યા, પણ તેમાં પાંડુકુમાર ઘણા ચાલાક નીકળ્યેા અને સર્વ પ્રકારના ઉત્તમ ગુણ્ણાના તે પાત્ર બન્યા. ધૃતરાષ્ટ્ર સર્વ ભાઈઓમાં મેાટ હતા, તથાપિ તે પેાતાના મધ્યમ ભાઇ પાંડુને વધારે માન આપતા હતા.
:
જ્યારે તે ત્રણે ભાઈઓ લાયક થયા, ત્યારે વીર ભીષ્મે પોતાના ભત્રીજા ધૃતરાષ્ટ્રને કહ્યું કે, આ ત્રણે ભાઇઓમાં તુ માટે છે, માટે આ હસ્તિનાપુરની રાજ્યગાદી ઉપર આરૂઢ થા. ’ કાકાનાં આ વચન સાંભળી ધૃતરાષ્ટ્રે કહ્યુ હતુ કે, પૂજ્ય કાકા ! હું અંધ હાવાથી રાજ્ય કરવાને લાયક નથી, માટે આ પાંડુને રાજ્યાસન ઉપર બેસારા. જેમ દિવસ સૂર્યથી શાલા પામે છે, તેમ આપણી રાજ્યલક્ષ્મી આ પાંડુથી શેાભા પામશે. પાંડુ રાજ્ય કરવાને સમર્થા છે. ”
tr