________________
૨૦૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
જેમાં વિષય તરફને વૈરાગ્ય હેય, કષાને ત્યાગ હેય, ગુણો ઉપર અનુરાગ હોય, ક્રિયાઓમાં અપ્રમાદ હોય, તે ધર્મ મોક્ષસુખને ઉપાય છે.” ૩૩
આ પ્રમાણે મુનિવરના મુખેથી દેશનામૃતનું પાન કરી ઘણું ભવ્યજીએ પ્રતિબંધ પામીને ગુરુ પાસે યશાશક્તિ વિવિધ નિયમ-વ્રતે ગ્રહણ કર્યા. પ્રેમલાલચ્છી પણ નિર્મળ સમ્યકત્વરત્નને ધારણ કરી, જિનધર્મની રાગી થઈ ચૌદપૂર્વના સારભૂત નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરનારી શ્રાવિકા થઈ. તે પછી મુનિવરે અન્યત્ર વિહાર કર્યો. નગરજને પણ સિદ્ધ મનેરથવાળા પિતપતના સ્થાને ગયા.
ત્યારથી માંડીને પ્રેમલાલચ્છી પણ જિનપૂજા વગેરે ધર્મકાર્યો કરવા માટે વધારે ઉદ્યમવાળી થઈ હંમેશાં તે પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરે છે. કહ્યું
जिणसासणस्स सारो, चउदसपुव्वाणं जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ ॥३४॥ करआवत्तइ जो पंचमंगलं, साहुपडिमसंखाए । नववारा आवत्तइ, छलति तं नो पिसायाई ॥३५॥ एसो मंगलनिलओ, भवविलओ सव्वसंतिजणओ अ । नवकार-परम-मंतो, चिंतिअमित्तो सुहं देइ ॥३६॥