________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ત્રણ કાળ તે ધૂપ ઉછે, ઉપકારી શ્રી જન સેવે, પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા તિહાં લાવેરે. શંખેશ્વર...૫ ઘણા કાલ પૂછ બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને, નાગલોકનાં કષ્ટ નિવાર્યા, જ્યારે પાપ્રભુજી પધાર્યારે. શંખેશ્વર.૬ યદુ સૈન્ય રહ્યો રણ ઘેરી, જીત્યા નવ જાએ વેરી, જરાસંઘે જરા તવ મેલી, હરિબળ વિના સઘળે
ફેલીરે. શંખેશ્વર...૭ નેમીધર ચેકી વિસાલી, અ૬મ કરે વનમાળી, ગુઠી પદ્માવતી બાળી, આપે પ્રતિમા જાક જમાલી શંખેશ્વર...૮ પ્રભુપાર્શ્વની પ્રતિમા પૂછ, બળવંત જરા તવ ધ્રુજી, છંટકાવ નવ જળ જેતી, જાદવની જરા જાય
રોતીરે. શંખેશ્વર...૯ શંખપુરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે, મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે. શંખેશ્વર...૧૦ રહેજે જનરાજ હજુર, સેવક મનવાંછિત પૂરે, એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મેતિભાઈ રાજેરે. શંખેશ્વર...૧૧ નાનામાણેક કેરા નંદ સંઘવી પ્રેમચંદ વીરચંદ, રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘ મિલાવે રે.
શંખેશ્વર....૧૨ અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે, જીનવંશી આનંદ પાવે, શુભવીર વચનરસ ગાવેરે. શંખેશ્વર..૧ ૩૨