________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૫૫
ગેચરદાન કરવું, ૨૯ પિતૃઓના નિમિત્તે હતકાર-દાન, ૩૦ કાગડા અને બિલાડી વિગેરેને પિંડ–દાન, ૩૧ લીબડા પીપળે વડ, આમ્ર વિગેરે વૃક્ષેને રોપવા તથા પાણી દેવું, ૩૨ આવેલા શંડનું પૂજનાદિ, ૩૩ ગોપુચ્છની પૂજા વિગેરે, ૩૪ શીતકાલે ધર્મના નિમિત્તે અગ્નિ પ્રજવાલન, ૩૫ ઉંબર, આમલી, નીંબૂહ્યાદિનું પૂજન, ૩૬ રાધા અને કૃષ્ણદિના રૂપ કરનારા નટનાં નાટક જોવાં, સૂર્ય–સંક્રાંતિ દિવસે વિશેષ નાન, પૂજા અને દાનાદિ, ૩૮ રવિવાર, સેમવાર વિગેરે દિવસમાં એક વાર ભેજન, ૩૯ ઉત્તરાયણને દિવસે વિશેષ સ્નાનાદિ, ૪૦ શનિવારે પૂજાથે વિશેષથી તલ, તેલનું દાન તથા નાનાદિ કરવા, ૪૧ કાતિક મહિને સ્નાન કરવું, કર માઘ માસે સ્નાન, ઘી કંબલાદિનું દાન, ૪૩ રૌત્ર મહિને ધર્માર્થે સાંવત્સરિક દાન અને નવરાત્ર કરણ, ૪૪ અજાપડવાના દિવસે ગહિંસાદિ, ૪૫ ભ્રાતૃદ્વિતીયા (ભાઈ બીજ) કરવી, ૪૬ શુકલ દ્વિતીયાના દિવસે ચંદ્ર પ્રત્યે દશિકાદાન ૪૭ મધની શુકલ તૃતીયાના દિવસે ગૌરીની ભક્તિ, ૪૮ અક્ષય તૃતીયાને દિને અકર્તન હાણ આપવા, ૪૯ ભાદરવા વદમાં કાજલ તૃતીયા અને સુદ હરિતાલિકાને દિવસે કજલી દેવતાનું પૂજન વિગેરે, ૫૦ આસે મહિને સુદ ગોમય તૃતીયા, ૫૧ માગશર અને માઘમાસના વદ પક્ષની ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રોદયે જમવું, પર શ્રાવણની સુદ નાગપંચમીએ નાગપૂજનાદિ, ૫૩ પંચમી વિગેરે તિથિઓમાં દહીં ન લેવવું, અને કર્તાનાદિ ન કરવું, ૫૪ માઘની સુદષષ્ટીએ સૂર્યરથની યાત્રા, ૫૫ શ્રાવણ સુદ ચંદનષષ્ઠી (ઝુલણા છઠ), પ૬ ભાદરવે સુદ સૂર્ય છઠ ૫૭ શ્રાવણની સુદ સાતમીએ શીતળામાં