________________
૨૫૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
શીતળ (વાસી) ભેજનાદિ, ૫૮ બુધવાર અને અષ્ટમીએ માત્ર. ગોધૂમ (ઘઉ)ના અન્નનું ભજન, ૫૯ શ્રાવણની વદ ગોકુળ. અષ્ટમીએ ઉત્સવાદિ, ૬૦ દુર્વાષ્ટમીએ જળમાં વિરૂઢ (પલાળેલાં ઉગેલાં) ને એદનાદિ ખાવાં, ૬૧ આસ અને રૌત્રના સુદ પક્ષમાં નવરાત્ર કરવા અને નાગપૂજા ઉપવાસાદિ કરવા, દર રૌત્ર અને આ મહિનાની સુદ અષ્ટમીએ અને મહાનવમીએ ગોત્રદેવતાની વિશેષ પૂજા કરવી, ૬૩નકુળ નવમી કરવી, ૬૪ ભાદરવા સુદમાં અવિધવા દશમીએ જાગરણાદિ, ૬૫ વિજયાદશમીએ શમીપૂજન પ્રદક્ષિણાદિ, ૬૬ વિષ્ણુને શયન દિવસે (અશાડ શુદિ ૧૧) અને ઉઠતી વખતે (કાર્તિક શુદિ ૧૧ શે) ફાગણની સુદમાં આમલકી અગ્યારસે વા પાંડેની જેઠ સુદ એકાદશીએ અથવા બધા મહિનાની તે તિથિએ (અગ્યારશે) ઉપવાસાદિ કરવા, ૬૭ સંતાનાદિ નિમિત્તે ભાદરવાની વદ વત્સ દ્વાદશી તથા શુકલ ઔદ્ધવદ્વાદશી કરવી, ૬૮ જેઠની ત્રદશીએ જયેષિનીને (જેઠાણીને) સકુળનું દાન, ૬૯ ધનત્રયોદશીએ ધનસ્નાનાદિ, ૭૦ શિવરાત્રે ઉપવાસ અને જાગરણાદિ, ૭૧ નવરાત્રે યાત્રાદિ, ૭૨ અનંત ચતુર્દશીએ અનંત દરાનું બાંધવું વિગેરે, ૭૩ અમાવસ્યાએ જમાઈ અને ભગિનીપુત્રને ભજન, ૭૪ સમવારની અમાવાસ્યાઓ અને નદક અમાવાસ્યાએ નદી, તળાવ વિગેરેમાં વિશેષ સ્નાનાદિ, ૭૫ દીવાળીની અમાવાસ્યાએ પિતૃનિમિત્તો દિવાનું દાન, ૭૬ કાર્તિક અને વૈશાખની પૂર્ણિમાએ સ્નાન, ૭૭ હેળીને પ્રદક્ષિણા નમસ્કાર અને ભેજનાદિ, ૭૮ શ્રાવણ-પૂર્ણિમાએ બળીપર્વ (બળેવ) કરવું, ૭૯ દિવાસાદિ કરવા અને ૮૦ ઉત્તરાયણની રચના કરવી.