________________
૨૫૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પ્રવેશ કરતી વખતે લાભને માટે ગણપતિ વિગેરેનું નામ લેવું ૩ ચંદ્ર અને રોહિણના ગીતગાન કરવાં. ૪ વિવાહમાં ગણપતિની સ્થાપના કરવી. ૫ પુત્રજન્માદિમાં છઠ્ઠીના દિવસે પછીદેવતાનું પૂજન વિગેરે કરવું. ૬ વિવાહમાં માતૃકાઓની - સ્થાપના કરવી. ૭ ચંડિકા વિગેરેની માનતા કરવી. ૮ તુલા (તેતલા માતાદિ) રાશિગ્રહોનું પૂજન કરવું. ૯ ચંદ્ર સૂર્યના ગ્રહણમાં અને વ્યતિપાતાદિકમાં વિશેષથી સ્નાન, દાન અને પૂજન કરવું, ૧૦ પિતૃઓને પિંડ આપ, ૧૧ રેવંતપથ દેવનું પૂજન, ૧૨ ક્ષેત્રમાં કૃષિના સમારંભમાં હળદેવતારૂપ સીતાનું પૂજન ૧૩ પુત્રાદિના જન્મમાં માતાઓને શરાવ વિગેરેનું અર્પણ, ૧૪ સોનેરી, રૂપેરી અને રંગિત વસ્ત્ર પહેરવાને દિવસે સેનિણી, રૂપિણિ, રગિણિ–દેવતાવિશેષને નિમિત્તે વિશેષ પૂ કરવું અને હાણું વિગેરે આપવું, ૧૫ મૃતકના અર્થે જલાંજલિ, તલ, દર્ભ અને જળઘટ વિગેરે આપવા, ૧૬ નદી અને તીર્થાદિમાં મૃતકને દાહ (બાળી દે, ૧૭ મૃતકના અર્થે શડવિવાહ કરે, ૧૮ ધર્મના અને પૂર્વ પત્નીની (શકય પગલું) અને પૂર્વજ પિતૃઓની મૂર્તિ કરાવવી, ૧૯ ભૂતને શરાવનું દાન આપવું ૨૦ બાર દિવસે, મહિને, છ મહિને યા વરસે શ્રાદ્ધ કરવું, ૨૧ પ્રપાનું દાન (પર મંડાવવી), ૨૨ કુમારિકાને ભજન અને વસ્ત્રદાન, ૨૩ ધર્મા પારકી કન્યાનું પાણિગ્રહણ કરાવવું, ૨૪ નાનાવિધ યજ્ઞ કરાવવા, ૨૫ લૌકિક તીર્થે યાત્રા કરવાની માનતા કરવી અને ત્યાં મસ્તક મુંડન કરાવવું, મુછ - ઉતરાવવી યા છાપ દેવરાવવી, ૨૬ તે નિમિત્તે ભોજન વિગેરે - આપવું, ૨૭ ધર્માથે કુવા વિગેરે ખાદાવવા ૨૮ ક્ષેત્રાદિમાં