________________
પ્રકાશકીયમ
જડવાદના જડબામાં જકડાએલી જનતાને જગાડવા અમારી સંસ્થા પ્રભુશ્રી મહાવીર ભગવંતે પ્રકાશિત કરેલા તત્ત્વાના સાહિત્યને લેાકભાષામાં રજુ કરે છે.
આ સંસ્થા પાછળ કાઇ મળ કામ કરતુ હાય તા એ છે ત્યાગમૂર્તિ પન્યાસ પ્રવર શ્રી મંગળવિજયજી મહારાજના પવિત્ર આશીર્વાદ. એ વિના આ સ ંસ્થા જ્યેાતિ વિઠૂણા દીપક જેવી હાત.
એ સ્વનામધન્ય પુરૂષે અમને રાહ ચિંધ્યેા. અમે એ સ્વીકાર્યાં, એટલે આટલું કાર્ય થઈ શકયું છે. શ્રી ઉપદેશ પ્રાસાદ ભાગ ૫ હિન્દી, શ્રી શાન્તસુધારસ ભાગ ૨ ગુજરાતી અને ઉચ્ચપ્રકાશના પંથે પ્રકાશિત કર્યા બાદ એ ગુણશીલ ગુરુદેવે મુનિવરશ્રી ક્ષમાસાગરજી દ્વારા અવતરણ કરાવી આપેલ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા સારોદ્ધારને ત્રણ ભાગમાં આ સંસ્થા રજુ કરે છે.
પૂ. અવતરણકાર મુનિની અમે અનુમેાદના કરીએ છીએ.
આ પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ જણાય તા એની જાણ કરવા આપને વિનતિ કરીએ છીએ, જેથી દ્વિતીયાવૃત્તિમાં એનુ પરિમાર્જન થઈ શકે.
જૈન તત્ત્વજ્ઞાનનું સાહિત્ય પ્રકાશિત કરવાનુ અમને નીતિપૂર્ણાંકનુ બળ મળેા એ જ મુનિભગવંતાના આશીવચનને અમે ઈચ્છીએ છીએ.
વિ. સં. ૨૦૨૩ ભાદરવા વદ ૧૨
લી. અધ્યાપક
જેશીંગલાલ ચુનીલાલ શાહ