________________
૨૬૮
ઉપમિતિ કથા સારોદ્ધાર - બુદ્ધિધન હતું. સર્વશાસ્ત્રોને જ્ઞાતા બન્યા. ગુણગણના સ્વામી ગુરૂદેવે સુગ્ય અને સુમતિધન જાણું પિતાના પદે સમંતભદ્રને સ્થાપ્યો. હવે એ ગણનાયક “સમન્તભદ્રાચાર્ય કહેવાયા.
, કન્દમુનિને જીવ કે જે મહાભદ્રાકુમારી બનેલ તે યુવાઅવસ્થાને પામી. માતપિતાએ રાજા રવિપ્રભ અને પદ્માવતીના પુત્ર દિવાકર સાથે પરણાવી દીધી. અકસ્માત્ દેવગે દિવાકર મૃત્યુ પામે.
સંસાર અવસ્થાના ભાઈ શ્રી સમન્તભદ્રાચાર્યે પિતાના સંસાર અવસ્થાના ભગિની મહાભદ્રાને પ્રતિબંધ કર્યો. મેક્ષમાર્ગની આરાધના કરવાને ઉપાય દર્શાવ્યો. મહાભદ્રાની જ્ઞાનતિ ખીલી ગઈ. એણે ગુરૂદેવ પાસે સંયમને સ્વીકાર કર્યો.
વિદ્વાન ભાઈની ભગિની પણ વિદુષી બની. સાધ્વીઓમાં એ ગીતાર્થ બની. એગ્ય સંચાલક અને શક્તિધરા જાણું આચાર્ય ભગવંતે મહાભદ્રા સાધ્વીજીને પ્રવતની પદે સ્થાપી.
એ સાધ્વીઓની નાયક બની. - સુલલિતા : - વિચરતા વિચરતા સાધ્વીજી શ્રી મહાભદ્રા એકદા “રત્નપુરે” આવ્યા. ત્યાં “મગધસેન” નામના રાજા રાજ્ય કરતા હતા. સર્વ અણુઓમાં “સુમંગલા” રાણી શ્રેષ્ઠ અને પ્રિય હતી.