SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી ચાર - ભવિતવ્યતાએ મદનમંજરીને આ રાજા-રાણીની પુત્રી તરીકે જન્મ આપ્યો. એનું નામ “સુલલિતા” રાખવામાં આવ્યું. સુલલિતા લલિતયૌવનમાં આવી પહોંચી. લગ્નની વય થઈ ગઈ છતાં એ પરણતી ન હતી. પુરૂષમાત્ર પ્રતિ એને' નફરત હતી. સુગ્ય વયે લગ્ન નહિ કરવાના કારણે એના માતપિતાને ઘણે ખેદ થયે હતે. રતનપુરમાં મહાભદ્રા સાધ્વીજી પધાર્યા છે એ શુભ સમાચાર રાજા-રાણીને પણ મળ્યા. પોતાની પુત્રી સુલલિતાને સાથે લઈ રાજા-રાણ હર્ષોલ્લાસ પૂર્વક મહાભદ્રા સાધ્વીજીને વંદન કરવા ગયા. વંદન કરીને સૌ એમની સન્મુખ યોગ્ય સ્થળે બેઠા. સાધ્વીજી શ્રી મહાભદ્રાએ રાજા-રાણી અને સુલલિતાને ઉદેશી ધર્મદેશના આપી. દેશના મધુર, આકર્ષક અને કલ્યાણકર હતી. સાધ્વીજી મહાભદ્રાની દેશના ઘણી સરલ સ્પષ્ટ અને હળવી હતી, છતાં સુલલિતા એના ભાવાર્થને સમજી શકતી ન હતી. એ ભેળી અને સરળ હતી. પૂર્વભવના નેહરાગના કારણે એને સાધ્વીજી મહાભદ્રા ઉપર નેહ થયે.૧ ૧ મહાભદ્રા એ કંદમુનિને જીવ છે. સુલલિતા એ મદનમંજરીને જીવ છે. મદનમંજરી જ્યારે ગુણધારણની પત્ની હતી ત્યારે એમના ધર્મોપદેશક કંદમુનિ હતા તેથી એ ભવમાં સ્નેહ હતે. તે સંસ્કારે તાજા થયા છે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy