SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સદ્ધાર વર્તનથી અટકાવવા અસમર્થ હતા. હિતલાગણીથી કાંઈ કહેવામાં આવતું તે નફફટા ઉત્તર આપતા. મારા આસન ઉપર બેસી જવું અને અન્ય કુમાર વિદ્યાર્થીઓને રંજાડવા એ એની ખાસીયત હતી. નરવાહન–આર્ય ! આપ કુમારના વર્તનને જાણતા હતા, એના અભ્યાસ વિશે પણ આપને ખ્યાલ હતું, તે શા માટે કુલક્ષણા કુમારને પરીક્ષા માટે સભામંડપમાં લઈ પધાર્યા? કળાચાર્ય–નરનાથ ! હું કુમારને લઈ સભામાં આવ્યો નથી. મારા ત્યાંથી કુમારને નિકળ્યાને બાર વર્ષના વહાણું વીતી ગયા છે. આપના આમંત્રણથી હું મારી શાળાથી આ છું. કુમાર બીજા કેઈ ઠેકાણેથી આવ્યું છે. એ ક્યાંથી અહીં ઉપસ્થિત થયે એ અમારી જાણમાં પણ નથી. નરવાહન–આર્ય ? આપના વિદ્યાગ્રહને તજે કુમારને બાર વરસ થયાં? બાર વર્ષ કયાં રહ્યો? આટલા વર્ષ હેમકુશળ એના ગયા અને હાલમાં જ શા માટે અપમાનિત થવાને અવસર આવ્યો ? કળાચાર્ય–કુમારને અંતરંગ પ્રદેશને પુણ્યોદય નામને મિત્ર હતું. એ મિત્રના પ્રભાવથી સુખ, સંપત્તિ, આબાદી અને સૌભાગ્ય પ્રાપ્ત થતાં હતા. નરવાહન–હાલમાં એ પુણ્યદય કયાં છે? કળાચાર્ય–કુમારની પાસે જ હાજર છે. પરંતુ અસભ્યવનના કારણે એ દુર્બલ, નિસ્તેજ અને સત્ત્વ વિહૂણે બની ગયા છે. એથી આ આપત્તિ ટાળવા જેવું એનું બળ જણાતું નથી.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy