________________
નરસુંદરી
નરવાહન–અરેરે ! આ કુલાંગા૨ કુમારે મહાસભામાં અમને શરમીંદા બનાવ્યા. સારા ખાનદાન પુરૂષની વચ્ચે કીર્તિ કલંકિત કરી. અમારે ઉંચુ મુખ કેમ કરવું? એ પ્રભુ ! લોકનિંદા અને વ્યાધિ : | મારા પિતાજીનું મુખારવિંદ લજજાવન બની ગયું. શ્યામ રેખાઓ ઉપસી ગઈ. કળાચાર્ય અને પિતાજીના ધીરા વાર્તાલાપને ભાવ લોકે કળી ગયા. હું અભણ અને ગમાર છું એ વાત સૌ જાણે ગયા. મૂખશિરોમણિ તરીકે મને સૌએ વધાવી લીધા.
શિશિરના આખરમાં ખરી પડેલા વૃક્ષેના ફિકા સુકા પાંદડા જેવા મારા સ્વજનેના મુખ બની ગયા. અધિકારી વર્ગમાં ગ્લાનિ ઉપજી. નગરના સુજ્ઞ પુરૂષોને આશ્ચર્ય ઉપન્યું. યુવક વર્ગમાં કુતુહલ અને હાસ્ય ફરી વળ્યું. નિર્મળનયના નરસુંદરી વિલખી બની ગઈ. શ્રી નરકેશરી રાજાને ઘણી નવાઈ થઈ.
મારી દશા ઘણું વિચિત્ર બની ગઈ. મને હતું કે પિતાજી બળપૂર્વક બેલાવવા પ્રયત્ન કરશે. સભાજને પણ ધારતા હતા કે શ્રી મહારાજા કુમારને વિવેચન કરવા આજ્ઞા ફરમાવશે.
આવા વિચારથી મારે ભય ખૂબ વધી ગયે. હૃદયના ધબકારાની સંખ્યા ઘણું વધી ગઈ. જ્ઞાનતંતુ કાર્ય કરતા બંધ થવા લાગ્યા. ક્ષણવારમાં મૃત્યુની આગાહી આપતી મૂછ આવી અને પાંખ કપાએલા પંખીની જેમ ધરણું પર ધબ કરતે હું ઢળી પડ્યો.
અરે પુત્ર તને શું થયું? અરે બેટા તને શું થયું?”