________________
૩૫૬
ઉપમિતિ કથા સારોદ્ધાર આ તારામૈત્રક જોઈ ગયે અને હૃદયને આશય પણ સમજી ગયે,
તેતલીને થતું કે તારામૈત્રક થાય તેમાં મારે વધે લેવાને ન હોય. નંદિવર્ધન કુમાર અને કનકમંજરીને મેળ પણ સુયોગ્ય ગણાય. પરંતુ રસ્તામાં આ રીતે તારામૈત્રી થાય એમાં કુમારશ્રીની હિણપત ભરી નિંદા થશે. કદાચ કનકમંજરીને પણ સહન કરવાને અવસર આવે. રથ જલ્દી હંકારી આવાસે પહોંચવું ઉત્તમ ગણાશે.
તેટલી સારથીએ રથ એકદમ હંકારી મુક્યો અને વિખૂટાં પડેલાં બન્નેને હૃદય રડી ઉડ્યાં.
વિરહની વ્યથા સારથી તેતલી મને મહેલમાં લઈ આવ્યા પણ મારું મન મારી પાસે ન હતું. મારું હૃદય કનકમંજરી પાસે મકી આવ્યું હતું. જેમ તેમ કરી દિવસના કામે આટોપી લીધા. શેડો દિવસ પણ મહામુશિબતે પૂરે કર્યો, કામવરથી પીડાતા એવા મારી દશા અંકુશબહાર થઈ ગઈ. જેવી મારી દશા થઈ રહી છે, એવી અથવા એથી પણ વધુ ખરાબ દશા કનકમંજરીની થતી હશે. એમ મને કલ્પના થઈ.
સંધ્યા સમય થવા આવ્યું એટલે સહસરશ્મિ શ્રી સૂર્યનું તેજ મંદ બની ગયું. એને થયું કે નિસ્તેજ હાલતમાં અહીં રહેવું એના કરતાં સ્થાનાંતરે જવું વધુ યોગ્ય છે, એમ વિચારતે શ્રી સૂર્ય પણ અન્ય દ્વીપ ભણી ચાલ્યા ગયે.