________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૫૭
દિવસ પૂરા થયે, સાયંકાલ આવ્યું. સાયČકાલને થયું મારા મિત્ર દિવસ ચાલ્યા જાય તે મારે રહેવુ પણ નકામું છે. એ પણ પેાતાના મિત્રની પછવાડે પછવાડે ચાલ્યા ગયા. “ નિખાલસભરી મિત્રતાને વરેલા મિત્રના વિચાગ સહેવા અતિમુશ્કેલ હેાય છે. ”
સરાવરીયામાં ખીલેલી કમલિની ચક્રવાકોના દૂર વૃક્ષ ઉપર બેસવાથી મળતા હૃદયે વિલવતી બેઠી છે.
કરમાઈ ગઈ નર માદા ચક્રવાકીચે
કાજળ જેવું કાળુ અને કાદવ જેવું ઘાટુ, તમાલ વૃક્ષના શ્યામ પત્રાથી ઢંકાએલું ન હેાય એવું અંધકારનુ સામ્રાજ્ય આ વિશ્વમાં સર્વત્ર વ્યાપક અની ગયું.
તમાલવૃક્ષ અને કાજળ જેવા મહાશ્યામ નાગરાજની કાંમાં રહેલા મણિ આંખા પ્રકાશ અને ઉત્તમશેાલાને આપે છે તેમ શ્યામલા રજનીમાં શ્યામગગનના તારલાઓ ઝાંખા પ્રકાશ અને ઉત્તમ શાભાને આપતાં હતાં.
ભયાનક અંધકારમાં રત્નરાશિ સારા એવા પ્રકાશ પાથરે છે તેમ વિશાળ સ્તંભ ઉપર Àાભી રહેલાં દીવા નગરમાં સર્વત્ર સુપ્રકાશ ફેલાવી રહ્યાં હતાં.
રાત્રીના અ` પ્રહર પૂર્ણ થવા આવ્યેા હશે ત્યાં લાવણ્યવતી અને સૌભાગ્યવતી નારીના નિળ ભાળ પ્રદેશમાં શીતલ ગુણકારી ચંદનના ગેાળમટોળ ચાંલ્લા શેણે તેમ પૂર્વીદિશારૂપ સ્ત્રીના કપાળમાં દૂધની ધારા જેવા ધવલ ચંદ્ર