________________
ઉપપ
યુદ્ધમાં વિજય અને વિવાહ એમને એક પુત્રી હતી.
તે પુત્રી કામદેવને રતિ પ્રમોદ કરવા ક્રીડાંગણ સમી, દેવીઓને પણ ઈર્ષા ઉપજાવે તેવી સુવર્ણ રેખા જેવી રૂપવતી અને લાવણ્યવતી હતી, એનું નામ “કનકમંજરી” હતું.
મારે રથ રાજાના દરબારગઢ તરફ આવી રહ્યો હતે. તે વખતે કનકમંજરી ગોખમાંથી ઉભી ઉભી મને પ્રેમભરી નજરે નિહાળી રહી હતી. શિકારીના બાણથી ભેળી હરિણી વિંધાઈ જાય તેમ કનકમંજરી મને જોતાની સાથે જ કામદેવના બાણથી વિંધાઈ ગઈ
હું પણ ચારે તરફ નજર ફેરવતે જતું હતું. અચાનક કનકમંજરી ઉપર મારી નજર ઠરી. થાકેલા અને તૃષાથી નૃષિત થએલા મુસાફરની પાણીની પરબ ઉપર નજર જાય અને એ વખતે એને જે શાંતિ થાય. તેમ મારી નજર પણ અમૃતપુંજસમી એ કન્યા ઉપર શાંત અને સ્થિર બની
ગઈ.
કનકમંજરીની અને મારી કીકીયાએ એક બીજાને નેહથી નિહાળવું પ્રારંભ કર્યું. અમારી તારામૈત્રી ત્યાં થઈ ગઈ
અમારા બન્નેની નજર ખંભિત બની ગઈ, એકબીજાના હદય એકબીજા ઉપર આકર્ષાયા અને એક બીજાના હદયની ત્યાં આપ-લે થઈ ગઈ.
અમારી નજર એ વખતે એવી સ્થિર હતી કે અમને બીજું કાંઈ ભાન ન રહ્યું. પરંતુ મારે ચકર સારથી તેવી