________________
અકુશળભાળા બાળ ઉપર વધુ અસર જમતી ગઈ હરિશ્ચંદ્રના ત્યાં પડેલાં દુઃખો ભૂલી ગયો અને રાત્રે મદનક ક્લીના મહેલ રવાના થયે. ચૌર્યકળાથી મદનકંદલીના શયનખંડમાં આવી એની શયા ખાલી જોતાં પોતે સુઈ ગયો. સમય થતાં શગુમનરાજ આવ્યા અને રાજતેજને સહન નહિ કરવાથી બાળ શયામાંથી ગબડી પડે. પકડાઈ ગયે. સજા માટે બિભીષણને સોંએ. રાજાજ્ઞાથી આખી રાત્રી વિભીષણે ગરમ તેલનો છંટકાવ કર્યો કર્યો અને સવારે ગધેડે બેસાડી ગામ બહાર ફાંસીએ લટકાવી દીધો. ભાગ્યયોગે દોરડું તૂટી ગયું અને ઘેર આવ્યો. ગુપ્ત રહ્યો.
- નિજવિલસિત ઉદ્યાનમાં પ્રબેધનરતિ આચાર્ય પધાર્યા. ત્રણે ભાઈઓ આવ્યા. શત્રુમદનરાજા, મદનકંદલી રાણું અને, સુબુદ્ધિ મંત્રી પણ આવ્યા. શ્રી આદિનાથ પ્રભુના મંદિરમાં પૂજા વગેરે કરી આચાર્ય શ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ વૈરાગ્યમયી દેશના આપી.
સજા શત્રુમદને પ્રશ્ન કર્યો. સુખ શાથી ભલે
ઉત્તર મલ્યો, ઈદ્રિય વિજેતા બનવાથી. સાથે ઈતિનું દુધપણું, સ્પર્શનથી અધોગતિ, ભવ્યજંતુએ કઈ રીતે વિજય મેળવ્યો અને ઉત્તમ, મધ્યમ અને અધમ વ્યકિતઓનું વર્ણન કર્યું. મનીષી અને મધ્યમને બેધ લાગી ગયે..
ઉપદેશ વેળાએ બાળ તે મદનકંદલીના મુખારવિંદ જોવામાં જ તન્મય હતો. સ્પર્શનની ઉશ્કેરણીથી સભામાં જ મદનમંજરી તરફ ધ. રાજાએ હાકોટો કર્યો અને બાળને મદનજવર ઉતરી ગયે. પાછો ગયે. આચાર્યશ્રીએ કહ્યું કે સ્પર્શન અને અકુશળમાળાએ બાળની આ દશા કરી છે. કેટલા કર્મો શાનીની નિશ્રામાં પણ છૂટી શકતા નથી. તીર્થકરે આવાઓને બચાવી શકા. નથી.