________________
: સ્પર્શનની અસર બાળ ઉપર વધુ થવા લાગી. વિવેકભ્રષ્ટ બને. અવિવેકી અને નિંદાને પાત્ર બન્યો. વસંત ઋતુમાં બાળ સ્પર્શનને સાથે લઈ લીલાધર ઉદ્યાનમાં ગયે. કામદેવના મંદિરમાં ગયો. બાજુમાં વાસભુવન હતું. એમાં અતિકેમળ દેવશયા હતી, એ ઉપર બાળ સુઈ ગયો. •
આ નગરમાં “શગુમર્દન” રાજા હતો. મદનકંદલી મહારાણી હતી. એ કામદેવના મંદિરે પૂજા કરવા આવી. બાળનો સ્પર્શ થઈ ગયો. બાળને અત્યંત રાગ થઈ આવ્યો. વિરહ વેદનામાં અકળાવા લાગ્યો. મધ્યમબુદ્ધિ અંદર આવ્યો અને દેવશયામાં સુતેલો જોઈ ઠપકો આપે. એટલામાં અધિષ્ઠાયક વ્યંતરે બાળને પછાડે, અને ફિજેતો કર્યો. લેકમાં ફિટકાર થયો. મહામુશિબતે જીવતો રહ્યો.
* મધ્યમબુદ્ધિ પાસેથી મદનકંદલીનું નામ જાણું વધુ ઘેલે બન્યો. રાત્રે મહેલ તરફ જવા નીકળે. મધ્યમબુદ્ધિ બધુ પ્રેમથી પાછળ ગયો. આકાશગામી કેઈએ બાળને પકડે અને કયાંય લઈ ગયે. સાતદિવસની શોધના અંતે કુવામાં પડતું મૂકતા જોઈ નંદન રાજપુરૂષે કારણ પૂછ્યું.
: ઉત્તરમાં મધ્યમે પોતાના બધુના ગુમ થયાની વાત કરી. નંદને જણાવ્યું, અમારા રાજા હરિશ્ચંદ્રની વિદ્યાસિદ્ધિ માટે રતિકેલિધર વિદ્યાધરે બાળનું હરણ કર્યું હતું. એના લોહીમાંસથી સાત દિવસ હવનક્રિયા થઈ. બાળ મૃતક જેવો હતે. મધ્યમ ખભે ઉપાડીને ઘેર લાવ્યો. બાળે પોતાની ઉપર વીતેલા સીતમો વર્ણવ્યા.
લોકાચાર પ્રમાણે મનીષી ખબર પૂછવા આવ્યું અને મધ્યમને એકાંતમાં બાળને સંગ તજવા જણાવ્યું. મધ્યમે એ વાતનો ડે મેડે પણ સ્વીકાર કર્યો.. . . -
,