________________
-
-
--
------
૨૮૬
ઉપમિતિ કથા સારિદ્વાર શણગારે, દેવમંદિરમાં પૂજા રચા. ઠેર ઠેર ધજા, પતાકા, તોરણીયા બંધાવે, સુગંધિ જળ છંટકા, મઘમઘતે ધૂપ કરાવો ધવળ મંગળ ગીતે ગવરાવે, મધુર ધ્વનિના વાજિંત્રો વગડાએ, ફુલની વૃષ્ટિ કરો.
ત્યારબાદ શ્રી શત્રુમર્દન રાજા, મનીષી કુમાર, મધ્યમબુદ્ધિ, મંત્રીશ્વર સુબુદ્ધિ અને અન્ય પરિવાર સહિત બધા જગત્પતિ શ્રી તીર્થંકર પરમાત્માને સ્નાત્ર મહોત્સવ કરવા ઉભા થયા. | મુમુક્ષુ શ્રી મનીષી કુમારને ગુલાબજળ વિગેરે સુગંધિ દ્રવ્યથી મિશ્રિત જળથી સ્નાન કરાવ્યું, ઉત્તમ ચીનાંશુ વરે પહેરાવ્યાં અને રાજાએ પણ સ્નાનાદિ કાર્યો કર્યા. | મનીષી કુમારને આગળ કરીને રાજાએ યુગદિ દેવ શ્રી આદીશ્વર પરમાત્માને મોટા આડંબર પૂર્વક સ્નાત્ર મહોત્સવ કર્યો. એ વેળા દેવતાઓ પણ મનીષીના સત્ત્વગુણથી આકર્ષાઈને ત્યાં આવ્યા. એ દેવતાઓએ નંદનવનથી લાવેલા મંદાર, પારિજાત, સંતાન, હરિચંદન વિગેરે દિવ્ય વૃક્ષોના સુગંધિ પુખેથી પરમાત્માની પૂજા કરી.
ભગવંતની ભાવથી દ્રવ્ય પૂજા પરિપૂર્ણ કરી, છેવટમાં આરતિ અને મંગળદી ઉતાર્યો, પછી ભાવપૂજારૂપ ચિત્યવંદનાદિ કરી મુનિ ભગવંતને વાંદ્યા.
મનીષી કુમારને મહેલમાં લઈ જવા માટે રાજાએ પિતાને “” નામને ગજરાજ ત્યાં મંગાવ્યું. રાજાએ