________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૮૫ રાજાશ્રીને જણાવ્યું કે, હે રાજન ! દ્રવ્ય પૂજાના વિષયમાં સાધુભગવંતને પૂછાય નહિ
જો કે સાધુભગવંતે દ્રવ્યપૂજાને ઉપદેશ આપે છે પરતુ જ્યારે કરવાને વખત આવે ત્યારે આદેશ આપતા નથી. ઉપદેશ આપવાનું કાર્ય એમનું છે પણ આદેશ આપવાનું કાર્ય એમનું હેતું નથી.
આપણે ભાવપૂર્વક દ્રવ્ય પૂજા કરીએ તે સાધુ ભગવંતે એ પૂજાની અનુમોદના દ્વારા લાભ લે, પણ દ્રવ્યપૂજા કરવી કે બીજાને આદેશ આપે, એવા કાર્યથી દૂર રહે છે.
આપણે આ કાર્ય માટે મનીષી કુમારને વિનતિ કરીએ અને આપણી વિનંતિથી મહોત્સવ કરીએ ત્યાં સુધી મનીષી કુમાર આપણે ત્યાં રહે.
રાજાએ એ વાત માન્ય કરી.
શત્રુમર્દન રાજા અને સુબુદ્ધિ મંત્રીએ મનીષી કુમારને મહત્સવ સુધી સ્થિરતા કરવા વિનંતિ કરી અને બીજાઓની પ્રાર્થના ભંગ કરવા અસમર્થ અને કરૂણાશીલ મનીષીએ એ વિનંતિને સ્વીકાર કર્યો. મનીષીના દીક્ષા મહત્સવ પ્રસંગે –
મનીષી કુમારે વિનંતિ સ્વીકારી એથી રાજા અતિપ્રસન્ન થયા. પિતાના અંગત માણસોને જુદાજુદા કાર્યોમાં જેડી દીધા. સેવક લેકેએ આજ્ઞા આપી, કે પૂર્ણ નગર