________________
૨૫૧
આચાર્યશ્રી પ્રોબોધનરતિક સ્પર્શનથી વિપરીત વર્તતા હોય છે તેની સાથે હું અનુકૂળ અને સારે વર્તાવ રાખું છું. સ્પર્શનથી વિપરીત ચાલવાને સ્વભાવ છે. હે દેવી! આ વાત તારા ખ્યાલમાં નથી એમ તે નથી જ.
મારે જ્યારે પ્રતિકૂળ આચરવું હોય ત્યારે અકુશળમાળા દ્વારા એના માઠાં ફળે દેખાડું અને જ્યારે અનુકૂળ ચાલવું હોય તે તાર દ્વારા બધી જ બાજી સળી કરી નાખું.
સ્પર્શન આસક્ત બાળ સ્પર્શનને પ્રિય મિત્ર બનાવ્યા એટલે હું પ્રતિકૂળ બન્યું. અને કેવા ફળે એની માતા દ્વારા જોગવવા પડ્યાં તે તારી જાણમાં છે. હું વર્ક હેઉં ત્યારે આવું જ બને.
સ્પર્શનની આધીનતામાં ન આવનાર એવા તારા પુત્ર ઉપર હું અનુકૂળ આચરણ રાખીશ. મેં હજી મારી પ્રસન્નતાના ફળે દેખાડ્યાં નથી. મનીષીની બધે પ્રશંસા થાય છે એમાં અને ક્યાંય એને કષ્ટ વેઠવા નથી પડયાં એમાં, તું અને હું એક કારણભૂત તે છીએ.
આ તે માત્ર ફૂલ છે. ફળ તે હવે દેખાડવાનું છે. મનીષીને અધિક ફળ મળે એ માટે તું પ્રયત્ન કર.
શુભસુંદરીએ જણાવ્યું, હે દેવ ! આપે ઘણું સારું કહ્યું, આપની કૃપા માટે મનીષી છે. મારી ઈચ્છા પણ હતી કે આપની કૃપા મનીષી ઉપર વરસે તે સારૂં. એ ભાવના આજે ફળી.