________________
૨૫૨
ઉપમિતિ કથા સારદ્વાર
આપની આજ્ઞાનું હું હમણાં જ પાલન કરું છું, એમ જણાવી ત્યાંથી શુભસુંદરી ઉભી થઈ અને યોગશક્તિ દ્વારા મનીષાના શરીરની અંદર પ્રવેશ કર્યો.
ત્રણે ભાઈઓનું ઉદ્યાન ગમન :
અમૃતથી સિંચાએલું વૃક્ષ ખીલી ઉઠે, તેમ શુભસુંદરીના શરીર પ્રવેશ દ્વારા મનીષીના શુભ વિચારે ખીલી ઉડ્યા. નિજવિલસિત ઉદ્યાનમાં જવાની ઈચ્છા થઈ - નિજવિલસિત ઉદ્યાનમાં હું એકલે કેમ જાઉં? એમ વિચાર કરતો મધ્યમબુદ્ધિ પાસે મનીષી ગયે. પિતાને આશય જણાવ્યું અને કહ્યું કે તું પણ ઘણા વખતથી લજજાના કારણે બહાર નીકળતું નથી, તે આ પ્રસંગે મારી સાથે ચાલ.
બીજી તરફ કર્મવિલાસ રાજાએ મધ્યમબુદ્ધિની માતા સામાન્યરૂપને જણાવ્યું કે, જા તારા પુત્રના કલ્યાણમાં ભાગ લે અને તેણીએ પણ યોગશક્તિ દ્વારા મધ્યમબુદ્ધિના શરીરમાં પ્રવેશ કર્યો, | સામાન્યરૂપને શરીરમાં પ્રવેશ થવાથી મધ્યમબુદ્ધિને પણ નિજવિલસિત ઉદ્યાનમાં જવાની ઈચ્છા થઈ. તેણે બાળ ને કહ્યું કે તારે પણ મારી સાથે જ આવવું પડશે. એમ જણાવી બાળને બળજબરી ઉભે કર્યો અને ત્રણે જણા નિજવિલસિત ઉદ્યાન તરફ ગયાં.