________________
૨૨
ધમધકરે એષધને આમ્નાય જણુવ્યો. સુસાધ્ય, કૃછૂસાધ્ય અને અસાધ્ય એમ ત્રણ જાતના રેગી બતાવી કુચ્છસાધ્યમાં નિપુણ્યકને ક્રમ આવ્યો.
પરમાત્રવિગેરેનિપુણ્યક લેત પણ કુભોજન વધુ પ્રમાણમાં લેવાના કારણે એના રોગો નાબૂદ થતા નહિ. એણે તદ્યાને કારણ પૂછતાં એણીએ “આપી સેવન” કારણ બતાવ્યું. નિપુણ્યકને વાત સાચી લાગી અને ધીરેધીરે કુભોજન ઘટાડી દીધું.
તયા ઘણુની સારવારમાં રહેવાના કારણે નિપુણ્યક પાસે આવવાને સમય ઘટી ગયે. એ પોલને લાભ લઈ એણે એક દિવસે કુજન અતિપ્રમાણમાં ખાઈ લીધું અને રોગોએ જબરે ઉથલો માર્યો. એ રીબાવા લાગે. ધર્મબેધારે “સદબુદ્ધિ” નામની પરિચારિક સેવામાં ગોઠવી.
સદબુદ્ધિની સમજાવટથી નિપુણ્યકે કુજન સર્વથા તજી દેવાની તૈયારી બતાવી. સૌ ધર્મબોધકર પાસે ગયા. નિશ્ચય દઢ હોવાથી સંમતિ આપી. કભજન સર્વથા તર્યું. સૌ રાજી થઈ ગયા. સપુણ્યક નામ રાખવામાં આવ્યું.
સપુણ્યક રાજમહેલમાં રહેવા લાગે. તયા અને સબુદ્ધિના પરિચયના લીધે નિયમિત અને પ્રમાણયુક્ત ત્રણે ઔષધોનું આસેવન કરતાં રોગો ઘટયા. શરીરની તિ વધી ગઈ. તદ્દન તંદુરસ્ત બની ગયે.
એકદા સપુણ્યકે બુદ્ધિને પુછ્યું. ત્રણ ઔષધો શાથી મલ્યા અને ફરી કઈ રીતે મળશે?
ઉતર મલ્યા કે આપવાથી મળે છે એટલે સુપુણ્યક એ ઔષધે સૌને આપવા જાય છે પણ કઈ લેવા તૈયાર થતું નથી. આખરે બુદ્ધિના બતાવેલ ઉપાય પ્રમાણે કાષ્ઠપાત્ર બનાવી ત્રણ ઔષધો ગોઠવ્યા અને એને કોઈ ઉપયોગ કરનાર નીકળે તો બેડો પાર થશે એમ જાણી લેવું