________________
૩
દ્વિતીય પ્રસ્તાવ:
મનુજગતિ” નામની એક વિશાળ નગરી હતી. મનવાંછિત વસ્તુઓ આમાં મળી શકતી. અનેક મહોલ્લા, પરા, વિભાગે આ નગરીના હતા.
કર્મપરિણુમ” આ નગરીનો રાજા હતો. એ ઘણે બલિષ્ઠ અને પ્રચંડ શાસનવાળો હતો. કૌતુકી પણ ભારે. નાટકનો પૂરો શોખીન. અનેક પાત્રો અને સાજે ઉભા કરી નાટક ભજવવાના આદેશ આપતે. “કાળપરિણુતિ” એના મહારાણુ હતા. એની આજ્ઞા શિરેમાન્ય કરતો.
રાણુને પુત્ર ન હોવાથી દુઃખ થાય છે અને રાજા એનો સહભાગી બને છે. શુભસ્વપન સૂચિત એક પુત્ર થયો. મહોત્સવ ઉજવી “ભવ્યપુરૂષ” એનું નામ રાખવામાં આવ્યું પણું રાણુએ “સુમતિ” કુમાર નામ આપ્યું.
આ નગરીમાં “અગૃહીતસંકેતા” બ્રાહ્મણી હતી. એને “પ્રજ્ઞા– વિશાલા” સાથે મિત્રતા હતી. અગૃહીતસંકેતાએ સખીને પૂછ્યું. અલી સખી! રાજા નપુંસક છે અને રાણી વંધ્યા છે. એમને પુત્ર ક્યાંથી થયો ? પ્રજ્ઞાવિશાલાએ ભોળી સખીના સમાધાન આપ્યા. વળી કહ્યું કે આ પુત્રના જન્મથી સદાગમ ખૂબ ખૂશી થયા છે. સં કેતાએ સદાગામના પરિચયની ભાવના દર્શાવી. પ્રજ્ઞાવિશાલા સખીને સદાગમના દર્શને લઈ ગઈ. સખી સદાગમને જોતાં આનંદિત બની ગઈ. અવારનવાર બંને સખીઓ ત્યાં આવવા લાગી.
*
સદાગમે એક દિવસે પ્રજ્ઞાવિશાલાને ભવ્ય સુમતિની ધાવમાતા બનાવવાનું જણુવ્યું. એણે એ વાત માન્ય રાખી અને ધાવમાતા