________________
બાળની વિડંબના
૨૨૧ શરમને માર્યો મધ્યમબુદ્ધિ નીચું મુખ કરી મૌન રહ્યો. એ બિચારો કેઈને ખરે ઉત્તર આપી ન શક્યા. એટલે ક્રોધે ભરાએલા વ્યંતરે કઈ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરી બાળના દુષ્ટ આચરણને ખુલ્લું પાડી દીધું.
ઉપરાંત વ્યંતરે જણાવ્યું કે “હે મનુષ્ય! તમારા સૌની સન્મુખ આ દુષ્ટ બાળને હું મારી નાખું છું. ટૂકડે. ટૂકડા કરી નાખું છું. આવા પાપીઓ આકરા દંડને પાત્ર જ હોય છે. એ વિના આવાઓને સુધારે થાય નહિ.” ' આવી રીતે બોલી વ્યંતર બાળને મારવા દેડે છે. ત્યાં ભાઈના પ્રેમના કારણે મધ્યમબુદ્ધિ અને દયાના કારણે બીજા મનુષ્ય વ્યંતરદેવના ચરણારવિદમાં મસ્તક મુકી વિનવવા લાગ્યાં.
હે વ્યંતરદેવ ! કૃપા કરે, કૃપા કરે. દયા લાવે, દયા લાવે. હે સ્વામિન્ ! એકવાર આપ ક્ષમા આપે. હે પૂજ્ય ! કરૂણાદષ્ટિ કરે. બાળ નાદાન છે પણ હવે એ આપની આશાતના નહિ કરે. દયાળુ! દયા કરે.” આવી ઘણી વિનવણીના અંતે વ્યંતરે બાળને જીવતો રહેવા દીધે. | વ્યંતરદેવે ક્ષમા આપી પરંતુ રોષે ભરાએલા કામદેવના. ભક્તોએ બાળને સારે મેથીપાક ચખાડે. ધક્કા મૂક્કા અને પાદના પ્રહારેથી અર્ધમૂચ્છિત બનાવી દીધું. અનેક મુશીબતને વેઠી મધ્યમબુદ્ધિ બાળને ઘરે લઈ ગયે.
આ વાતની જાણ કર્મવિલાસ રાજાને પણ અન્ય મનુષ્ય દ્વારા થઈ. સાંભળીને વિચાર કર્યો આ કાંઈ બાળની ખાસ વિડંબના ન કહેવાય. જે વિડંબના થવાની છે તે તે હવે જ