________________
-૨૨૦
ઉપમિતિ કથા સારદ્વાર દેવશય્યા ગમે તેવી સુંદર હોય, એને સ્પર્શ ભલે અપૂર્વ આનંદ દેનારે હય, તે પણ એનો ઉપભોગ આપણથી ન જ કરાય. ગુરૂપત્ની ગમે તેવાં રૂપાળાં હોય તે પણ એ પૂજનીય જ હોય, તેમ દેવશય્યા પૂજનીય ગણાય. એ શય્યાની આશાતના ન કરાય. એને પગ પણ ન લગાડી શકાય.
આ વિચાર કરી મધ્યમબુદ્ધિએ બાળને જાગૃત કર્યો. છતાં શય્યાસ્પર્શ લેલુપી બાળ કાંઈ ઉત્તર આપતું નથી. અરે ! ભાઈ! આતે દેવશય્યા છે, એના ઉપર સુવાનું ન હિય. દેવશય્યામાં સુવાથી ક્યાંક આપત્તિ આવશે. પણ આ બધું સાંભળે કેણુ? ચંતરે કરેલી બાળની દુર્દશાઃ
આ વખતે કામદેવના મંદિરને અધિષ્ઠાતા વ્યંતર દેવ ત્યાં આવ્યું. દેવશય્યામાં પહેલા દુષ્ટબાળને મજબુત બાંધી મંદિર બહાર ચેકમાં જોરથી પછાડ અને મરણતેલ દશામાં લાવી મૂક્યો.
બાળની ભયંકર દશા જોઈ મધ્યમબુદ્ધિ હાહાકાર કરતા તરત “વાસભુવન” માંથી બહાર આવ્યો. શું બન્યું ? શું બન્યું? એમ બેલતા લોકે ચારેકોરથી આ તમાસ જેવા દેડી આવ્યા.
મધ્યમબુદ્ધિને સૌ પૂછવા લાગ્યા, ભાઈ! શું બન્યું ? આ ગરબડ શું થઈ છે ?