________________
તૃતીયવેળા અખેદભાવે લખવાનો પ્રયાસ કર્યો. આ વખતે કાર્ય થઈ શકશે એવી આશા ફલવતી દેખાણી.
ગુણગરિષ્ઠ પન્યાસજી મહારાજની આજ્ઞા પ્રેરણું અને સાગ ન હેત તો આ કાર્ય કદાચ મારા આ જીવનમાં કરવા હું ભાગ્યશાળી ન બનત. એ માનવંતા મહાત્માનો જેટલો ઉપકાર માનું એટલે ઓછા છે. એમના ઉપકાર તળે રહેવું એ પણ એક આનંદની અનુભૂતિ કરાવનારી ઘટના છે.
લોકેષણુની ખેવના નહિ રાખનારા પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા “ઉપમિતિભવપ્રપંચો કથા સારોદ્ધાર” ગ્રંથના પ્રારંભના કેમાં જણું છે કે, આ ગ્રંથ ૫. પૂ. સિદ્ધષિ ગણન્દ્ર રચિત “ઉપમિતિ ભવપ્રપંચો કથા” ગ્રંથના આધારે લખવામાં આવ્યો છે. એનું અનુકરણ જોઈ શકાશે. કથાપાત્રો એના એજ રાખ્યા છે. કેટલેક સ્થળે એજ શ્લેકે કે શ્લેકના ચરણો લીધા છે. માત્ર શબ્દની નવરચના ટૂંકાણ કરવા ખાતર કરી છે. ભાવ તો એને એજ જાળવવા સતત પ્રયત્ન કર્યો છે. મૂળ કથાકાર હું નથી. આ શબ્દોમાં આપણને પરમ આદર્શ સરલતા અને નીતિમત્તાગુણના દર્શન થાય છે.
મારે પણ આ જ પદ્ધતિએ નમ્રપણે એક વાત જણાવવાની છે કે આ અવતરણમાં મુખ્યરીતે શ્રી “ઉપમિતિ ભવપ્રપંચાકથા સારોદ્ધાર” ગ્રંથને રાખ્યો છે. એમ બીજી તરફ સાક્ષરવર્ય શ્રીયુત સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડીયા દ્વારા સંપ્રજિત ઉપમિતિ ભવપ્રપંચા કથાના અવતરણને પણ સન્મુખ રાખ્યું છે. એ ગ્રંથે ગુજરાતી અવતરણમાં ઘણોજ સહગ આપ્યો છે. પ્રકરણ, મથાળાઓ, વિવરણમાં ઘણે સ્થળે મદદ કરી છે. અલબત સંક્ષેપ જરૂર કરેલો છે.
કઈ મહાનુભાવને થાય કે આ અવતરણમાં શ્રીયુત મોતીચંદભાઈને ઉતાર કે છાયા છે તો હું એ વાતને ઇન્કાર નહિ કરું. કારણ કે