________________
મેં એ અવતરણને ઘણે આશ્રય લીધો છે. આશ્રય લેવા છતાં એની છાયા ન આવે એમ કેમ મનાય ?
સહૃદયતા પૂર્વક મારે જણાવવું જોઈએ કે શ્રીયુત મોતીચંદભાઈનું અવતરણું ઘણું વિશદ, ઉપયોગી અને વાંચવા જેવું છે.
વાચકવર્ગને નમ્રભાવે જણાવું છું કે આપ આ ગ્રંથને વાંચો. તો એ પછી શ્રી મોતીચંદભાઈએ લખેલ અવતરણને વાંચજે. એમાં ઘણું તનું જ્ઞાન સ્પષ્ટ થશે. એ કથાગ્રંથ કરતાં અભ્યાસ ગ્રંથમાં ગણું શકાય એવો આલેખાય છે. એકાદવાર અને એ પણ ઉપર છલ્લી, નજરથી વાંચવાથી મર્મો નહિ મેળવી શકાય, મનન પૂર્વક વધુ વખત. વાંચવાથી આનંદપ્રદ બનશે. - પૂજ્યવર મુનિરાજશ્રી મનોહરસાગરજી સહૃદયતા પૂર્વક પ્રાથમિકપ્રફનું શોધન કરી આપતા હતા. એ માટે પૂજ્યવર મુનિરાજશ્રી મનહરસાગરજીની અનુમોદના કરું છું
આ અવતરણ કેટલું ઉપયોગી થશે અને કેટલે અંશે આદરણીય બનશે એ સહદયી વિદ્વત જાણી શકે અને જોકપ્રિયતા કેટલી. મેળવશે એ વાચકવર્ગ ઉપર આધારિત છે.
સંસ્કૃત ઉપમિતિભવપ્રપંચાકથા સારોદ્ધારના સંશોધક અને સંપાદક સ્વ. પૂજયપાદ અવિરલગુણસંપન્ન પન્યાસજી મહારાજશ્રી. કાંતિવિજયજી ગણિવરશ્રીએ આ અવતરણ લખતા અગાઉ જણાવેલું હતું કે લખવામાં ભાષાને સાદી રાખશે. વધુ પડતા ભભકાદાર શબ્દો મૂકવાની જરૂર નથી. અંલકારો અને સ્વૈચ્છિક ઉપમાઓની ભરતી વધુ ન થઈ જાય એ લક્ષ રાખશે. નહિ તો મૂળ આશય ગૌણ બની જવાની અને કથાગ્રંથ નવલિકા બની જવાની શક્યતાની ભીતિ ઉભી થશે.