________________
૧૮૫
સ્પર્શનની શક્તિ
હે માતાજી! તે એ શક્તિના પરિચયથી હું ભાગ્યશાળી બનીશ. આપની કૃપાથી મને થાણુ જેવા–શિખવા મળશે. હું આપની કેટલી પ્રશંસા કરૂં? આ પ્રમાણે બાળે ઉત્તર આપ્યો.
માતાએ કહ્યું,તું એ શક્તિને અનુભવ કરે અને પછી મને જણાવજે કે એ ગશક્તિમાં કેવી તાકાત છે. કેટલી અપૂર્વ સુંદર વસ્તુ છે.
બીજી તરફ મનીષીએ પિતાની માતા શ્રી શુભ સુંદરીને સ્પર્શનની યોગશક્તિ વિષે જણાવ્યું અને કહ્યું કે હું એની જાળમાં ફસાયે નથી.
બેટા ! આ પાપમિત્ર સાથે પરિચય કે મિત્રતા કરવી જરાય ગ્ય નથી. એને સંસર્ગ દુઃખ પરંપરાનું કારણ છે. અનર્થનું મૂળ છે ખૂબ જ સાવધાન રહેજે. આ પ્રમાણે શુમ, સુંદરીએ જણાવ્યું.
માતાજી! આ વિષયમાં આપે જરાય ચિંતા ન કરવી. હું એ ભાઈ સાહેબને નખશીખ ઓળખી ગયે છું. એ દષ્ટ ઠગારાની શઠવિદ્યામાં હું સપડાઈશ નહિ.
પરંતુ એ પાપાત્માને કયારે સર્વથા ત્યાગ કરે, : એવા અનુકૂળ સમયની રાહ જોઈ રહ્યો છું. સમય મળતાં
જ ત્યાગ કરી દઈશ. જો કે તે અગ્ય વ્યક્તિ છે, એને સંસર્ગ સારે નથી, ઘણાં દે ઉભા થવાની ભીતિ રહ્યાં - કરે છે, છતાં પણ કોઈ નિમિત્ત કે કાંઈ બહાનું મળ્યા સિવાય એને ત્યાગ કરે એ મારા માટે ઠીક ન ગણાય. એટલે જ