________________
૧૮૬
ઉપમિતિ કથા સારદ્વાર બહારથી સોબત રાખું છું અને અંતરથી ઉપેક્ષા કરૂં છું. એમ મનીષીએ માતાજીને જણાવ્યું.
હે વત્સ! તે ઘણું સારું કર્યું. તારે નીતિશાસ્ત્રને અભ્યાસ સારે છે. તારામાં દીર્ધદષ્ટિપણું છે, હૃદયની વિશાળતા અને ઉદાત્તભાવ પ્રશંસા પાત્ર છે. મને તારા આચરણથી પરમ સતેષ છે. હું ગુણશીલ અને ભાગ્યવાન પુત્રની માતા બનવાના સૌભાગ્યને પામી છું. આ પ્રમાણે શુભસુંદરીએ જણાવ્યું.
કર્મ પરિણામ મહારાજાએ પિતાની રાણીઓ પાસેથી પુત્ર મનીષી અને બાળના સમાચાર જાણ્યા અને એના પરિણામે હૃદયથી મનીષી ઉપર પ્રસન્ન થયાં અને બાળ ઉપર ઘણું જ નારાજ થયાં.
સ્પર્શનમાં આસક્ત બની ગએલે બાળ દિવસે દિવસે ભેગેપગના પદાર્થોમાં વધુ વધુ આક્ત બનવા લાગ્યો, એનું આચરણ પશુ જેવું વિવેક હીન બનવા લાગ્યું. કૃત્ય અને અકૃત્યની અવગણના કરવા લાગ્યો, રાત્રી દિવસના વિભાગે પણ જાળવતે ન હતે.
માનવ ધર્મને તિલાંજલિ આપી દીધી. દેવ ગુરૂ અને વડિલેને વંદન, વિનય કરવાનું તજી દીધું. કળાઓના શિક્ષણને મૂકી દીધું, પિતાની કુળમર્યાદાઓનું ધ્યાન રાખવાની દરકાર કિનારે મૂકી. અપયશ, નિંદા, તિરસ્કાર વિગેરેને ગણકારતે