________________
૧૮૩
સ્ટેશનની શક્તિ ભાવ હોવાના કારણે સ્પર્શના સુંદર સાધને સુખ દેનારાં જ થતાં હતાં. પરિણામમાં કટુતા એને ભેગવવાની રહેતી ન હતી. યોગશકિત પ્રયાગના અભિપ્રાય
એક દિવસે સ્પર્શને પ્રગટ થઈને પૂછયું. હે બાળ! મારી ગશક્તિના પ્રવેગનું કાંઈ ફળ મલ્યું કે નહિ ? કેટલી સફળતા જણાઈ? સુખને અનુભવ થયે?
ખુશી થએલા બાલે આનંદ પ્રગટ કરતાં જણાવ્યું.
હે મિત્ર ! ઘણું જ સારી અસર થઈ છે. તારી મહેનત સફળ થઈ છે. તારી યોગશક્તિ ઘણું સુંદર છે. વખાણ કરું તેટલાં ઓછા. મારા તને શતશઃ ધન્યવાદ છે.
દુર્મતિ સ્પર્શને વિચાર્યું કે, આ બાળ મારા આધીન બની ગયું છે. જરાય ટસ કે મસ નહિ થાય. મારું કહ્યું કર્યા કરશે. એમાં જરાય શંકા જેવું નથી રહ્યું. હું ભાગ્યશાળી બની ગયે. મેં સફળતા પ્રાપ્ત કરી.
પછી સ્પર્શન મનીષી પાસે ગયે અને પૂછયું. હે મનીષી ! કેમ? મારી ગશક્તિની આપને કેવી અસર થઈ?
મનીષીએ જણાવ્યું, હે ચેગિન સ્પર્શન ! તારી અચિંત્ય શક્તિશાળી યેગશક્તિનું કહેવું જ શું? ખૂબ પ્રભાવશાલી છે. ભાઈ! એના તે વર્ણન વર્ણવી શકાય એમ નથી. તમારી શક્તિનું તે પૂછવું જ શું ? ધન્ય છે તમને !