________________
૧૮૨
ઉપિતિ કથા સારાદ્ધાર
તેથી મનગમતી રૂપવતી નારીયા, મનગમતાં પેલ્યાં ગાદલાંગાલિચાં વિગેરે પદાર્થના ઘણાં જ છૂટથી ઉપયેગ કરવા લાગ્યા. સ્પર્શીજન્ય પદાર્થોમાં અતિ આસક્ત બની ગયા.
ખરજવાના દરદ વાળાને ખજવાળાવામાં આનંદ આવે પશુ પરિણામા એના દુ:ખદાયી હોય છે, તેમ પની આસક્તિના કરણે મૃદુ અને સ્નિગ્ધ પદાર્થામાં સુખ જણાતુ હાય છે પણ આખરી અંજામ ઘણુાજ ખેડાળ અને વિપત્તિ દાયક હાય છે. પરિણામે આવા વિપત્તિદાયક પદાર્થાંમાં સ્પર્શનની યાગશક્તિથી બાળ આસક્ત અની ગયા.
મનીષીને પણ સુકામળ પદાર્થાના સ્પર્શની ઝંખના જાગી, પરન્તુ એ તત્ત્વાતન્ત્યના જાણકાર હતા, ભવિષ્યના કટુ પરિણામા એના ખ્યાલમાં હતા, એટલે સ્પર્શીનને જે વસ્તુ સ્પત્તિપ્રિય છે તે આચરતા નથી, સુકામલ પદાર્થાંમાં આસક્ત ગાંડા ઘેલેા બની જતા નથી.
તે પણુ, સ્પર્શનને સંથા ખાટું ન લાગે અને ખાસ અવસર મેળવ્યા સિવાય એના ત્યાગ કરવાના નથી, તેથી કાઈ કાઈ વેળા સ્પર્શનને ગમતા પદાર્થોના ઉપભાગ કરતા હતા, મનમાં તે “સ ંત”ને જ સુખના ઉપાય તરીકે ગણતા હતા. સુકોમલ વસ્તુના ભાગમાં એ આસકત ન થતે, માત્ર ઉપેક્ષા ભાવેજ ઉપભોગ કરી લેતા.
નીરોગી માનવીને પથ્ય અને પુષ્ટ પદાર્થાં શરીરની તંદુરસ્તી તેમજ સુખાકારી માટે થાય છે તેમ મનીષીને