________________
૧૩૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
મે' કુમારને ભણવા માટે જ્યારે ળાચા પાસે મૂકેલા તે વેળા જણાવી રાખેલ કે તારે અભ્યાસમાં ધ્યાન આપવું. કઈ જાતની ચિંતા ન કરવી. બીજા કોઈ વિચારી ન કરવા. ભણવામાં જ મન પરોવી રાખવું. મને મળવા માટે પણ અહી' તારે ન આવવુ. હું જાતે ત્યાં આવીશ અને ખબર અંતર પૂછી જઈશ.”
પરન્તુ રાજકારભારની વ્યવસ્થામાંથી હું ઊંચા આવતા નથી. બધા સમય રાજયના વહીવટ કરવામાં વ્યતીત થઈ જાય છે. સમય મલતા નથી અને કુમારના અભ્યાસના તથા શરીરના સમાચાર જાણી શકતા નથી.
માટે તને સૂચના કરવાની છે કે તું પ્રતિદિન કુમારે પાસે જજે. કુમાર શું ભણે છે? કેમ રહે છે ? શરીરનુ સ્વાસ્થ્ય કેવુ છે? સહાધ્યાયીએ અને કળાચાય સાથે કેવુ' વન કરે છે ? આ ખાખતાની તારે તપાસ કરી મને એનુ નિવેદન જણાવવું.
આપની આજ્ઞા શિધાય કરૂ છુ” એમ વદુર મહારાજશ્રને જણાવ્યું. ત્યાર બાદ વિદુર રાજ કળાચાર્યના ત્યાં આવે અને મને મળીને જાય. રાજ આવવાના કારણે “સહાધ્યાયીઓને મારા દ્વારા થતા ત્રાસ, કળાચા ને પજવણી અને સને થતી કનડગત” વગેરે ખાખતા વિદુરના ધ્યાનમાં { આવી ગઇ.
મહારાજને આ વાત જણાવીશ તે દુઃખ અને આઘાત થશે એટલે વિત્તુરે ઘણાં સમય સુધી એ સબંધી કાંઇ વાત જ ન કરી.