________________
નંદિવર્ધન
,
૧૩૭
વખતે કઈ જાતની શંક ન લાવવી. આ વડાં શક્તિવર્ધક છે. આરોગ્ય પ્રદ અને શરીરના ઓજસમાં વધારો કરનારાં છે.
બલ, રૂપ, પરાક્રમ, તેજ, શક્તિ, એજસ વિગેરે બધા ગુણ સાથે દીર્ધાયુષ્યને દેનારાં આ વડાં છે. રસ, મણિ, મંત્ર,
ઔષધિને પ્રભાવ કદ પણ અન્યથા તે નથી. આ વસ્તુઓ પિતાના પ્રભાવને અવશ્ય દેખાડે જ છે.
આ પ્રમાણે વૈશ્વાનર મને સમજાવી રહ્યો છે ત્યાં વચ્ચે જ કયાંથી વાણી સાંભળવામાં આવી કે “હવે તારા (વૈવાનરના) ઈચ્છિત સ્થળે આ રાજકુમાર અવશ્ય ઉત્પન્ન થશે એમાં જરાય શંકાસ્પદ નથી.” આ વાણુ વૈવાનરે સાંભળી પણ મને એ ન સંભળાણી.
વૈશ્વાનર વિચારે છે કે કુમાર આ વડા ખાવાનાં પ્રતાપે જરૂર નરકમાં જશે અને ત્યાં દીર્ધાયુષ્ય પામશે. જે એમ ન બનવાનું હોય તે વાણી સંભળાય કયાંથી? મારૂં ઇચ્છિત સ્થળ તે નરક ગતિ જ છે. જે નંદિવર્ધન ત્યાં જાય તે ઘણું જ ઈષ્ટ થાય.
આ જાતને વિચાર કરીને ધૂર્ત સમ્રાટ વૈવાનર અંતરમાં ખૂબ ખુશ થાય છે અને મેં પણ હર્ષ વ્યક્ત કરવા પૂર્વક વડાંઓને સ્વીકાર કર્યો. વિદુરને કુમાર પાસે મોકઃ
આ તરફ મારા પિતા શ્રી પદ્મરાજા “વિદુર” નામના વિશ્વાસપાત્ર સેવકને બેલાવીને જણાવે છે, કે હે વિહુર !