________________
-
-
go
ઉપમિતિ કથા સારદ્વાર પણ બની ગઈ અને રાજપુત્રને તે એટલે બધે હેવીયે. કરી દીધું કે એને પિતાની માતા કરતાં પ્રજ્ઞાવિશાલા પાસે. વધુ ગમતું.
પ્રજ્ઞાવિશાલા એક દિવસ સુમતિ રાજપુત્રને પોતાની સાથે જ સદાગમના દર્શને લઈ જાય છે અને રાજપુત્ર વિજ્યપૂર્વક સદાગમને નમસ્કાર કરે છે, ત્યારબાદ એમની નજીકમાં જ ઉપદેશ સાંભળવા બેસી જાય છે.
શ્રી સદારામે રાજપુત્રને ઉદેશી એની યોગ્યતા પ્રમાણે મધુર ભાષા અને સરલ શબ્દોમાં એ સરસ ઉપદેશ આપે કે એના હૃદયમાં થયું કે આવું જ સાંભળવા મળે તે કેવું મજાનું?
તે રોજ પ્રજ્ઞાવિશાલાની સાથે શ્રી સદારામ પાસે આવવા લા રાજપુત્રના મનમાં થયું કે મને જે સદાગમ પાસે અધ્યયન કરવાનું થાય તે કેવું સારું? એ વિચાર પિતાની ધાવમાતાને જણાવ્યું અને પ્રજ્ઞાવિશાલાએ એ વિચાર શ્રી કમ પરિણામ મહારાજાને જણાવ્યા.
રાજપુત્રને પિતાની મેળે સદાગમ પાસે અધ્યયન કરવાનું મન થયું એટલે મહારાજાએ આનંદપૂર્વક ધામધૂમથી મોટો વરઘોડો કાઢી રાજ્યની રાતિ પ્રમાણે શ્રી સદારામની પાસે ભવ્યપુરૂષને ભણવા બેઠાડે છે. સાથે સાથે રાજપુત્રની દેખભાળ માટે ધાવમાતા પ્રજ્ઞાવિશાલાને પણ ત્યાં જ રાખવામાં આવે છે.