________________
શ્રીવાસ્તુપાલ રિઝ ભાષાંતર કર્યું છે, તેથી માશ, પૂર્વ પુણ્યને ઉદય થમે છે એમ મને લાગે છે. ગૃહરીને ઘરે કાઈ પોતાના કાર્ય નિમિત્તે આવીને ઉતરે તે દિવસ અને તે ઘડી પ્રશંસનીય ગણાય. છે, પરંતુ હે રાજકુમાર ! શૂરવીરેના શણગારરૂપ તમને મારે કેવા પ્રકારની વૃત્તિ (આજીવિકા) બાંધી આપવાની છે. તે કહે. એટલે તે બોલ્યા કે- હે દેવ ! અમને દરેકને દર વર્ષે બે બે લક્ષ દ્રમ્મ આપશે તે તેટલા પ્રશ્નવડે અમારી વૃત્તિ સુખે ચાલી શકશે. તે સાંભળીને કૃપણ, જનોમાં મુખ્ય એવા રાજાએ પોતાનું મુખકમળ કંઈક પ્લાન કરીને તે બહાદુરને કહ્યું કે-એટલા દ્રવ્યથી તે હું સેંકડે સુભટ મેળવી શકું તેમ છું, તો તમને ત્રણ જ જણને તેટલું દ્રવ્ય આપવાથી તમે શું મારૂં અધિક શ્રેય. કરશે? હે રાજકુમાર ! તમે જ કહો કે માત્ર સેવકની ખાતર આટલા બધા દ્રવ્યને વ્યય કરતાં મારો શું વિશેષ. અર્થ સરે તેમ છે ? માટે તમે તમારી ઈરછાનુસાર બીજા કોઈ રાજ્યમાં જાઓ.” એમ કહી રાજાએ તેમને તાંબુલ. આપીને વિસર્જન કર્યા.
એ અવસરે વસ્તુપાલે રાજાને કહ્યું કે “હે સ્વામિન્ ! આ ત્રણે મનસ્વી અને મહાપુરૂષે છે, માટે એમને જવા ન દો. હે રાજન્ ! ઉત્તમ પુરૂષોના સંગ્રહ કરતાં ધન વધારે કિંમતી નથી, કારણ કે સારા સેવકોના સંગ્રહથી રાજાઓને પગલે પગલે લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે-ઉંચા પર્વતે ઉપર જેમ મેઘજ વૃષ્ટિ કરી શકે છે તેમ