________________
૭૩
* દ્વિતીય પ્રસ્તાવ શિરને અધિક નમ્ર રાખતા એવા તે રાજકુમાએ મંત્રીશ્વરની આગળ પિતાના બંધુ-રાજાનું સમસ્ત સ્વરૂપ દર્શા-વીને પિતાનું સ્વરૂપ પણ યથાસ્થિતપણે દર્શાવતાં કહ્યું કેકૃતજ્ઞ અને સુજ્ઞજનેમાં માણિકય સમાન, સર્વને હિતકર એવા ગુણોને ધારણ કરનાર અને ચૌલુકય રાજાની રાજ્યધુરાને ધારણ કરનાર એવા આપનું પ્રશંસાપાત્ર નામ સાંભળીને અમે તમારાં ચરણકમળની સેવા કરવા આવ્યા છીએ, અને શ્રીવીરધવલ રાજાની સેવારૂપ કપલતાને આશ્રય કરવાની અમારી ઈચ્છા છે. આ પ્રમાણેનાં તેમનાં કર્ણપ્રિય વચન સાંભળીને મંત્રીશ્વર સુપ્રસન્ન મનથી બોલ્યા, કારણ કે સંતો અન્યનું હિત કરનારા જ હોય છે. “રાજવ્યાપારરૂપ વૃક્ષ આજે મને ફલિત થયું જણાય છે કે જેથી અત્યંત દુર્લભ એવા આપ રાજકુમારે મારે ત્યાં પધાર્યા છે. આ પ્રમાણે કહીને વિવિધ પ્રકારના ભેજનવડે ગૌરવ સહિત તેમને જમાડી તથા દિવ્ય વસ્ત્રો અને આભૂષણોવડે વિશેષે સંતુષ્ટ કરીને કપૂરમિશ્ર તાંબૂલ આપવા સાથે મંત્રીરાજે તેમને સુવર્ણ અને રત્નમય તરવાર આપી. પછી તે રાજકુમારોને સાથે લઈને સર્વ આર્યજનેને આનંદ આપનાર એવા મંત્રી ચૌલુક્ય રાજાની સભામાં આવ્યે. ત્યાં રાજેદ્રને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને તે ત્રણે રાજપુત્રનું યથાસ્થિત સ્વરૂપ તેણે રાજાને નિવેદન કર્યું. તે સાંભળીને પોતાના દાંતની કાંતિરૂપ સુધારસથી તે રાજકુમારને સિંચન કરતાં રાજાએ પ્રમુદિત થઈને કહ્યું કે તમારા ચરણના રજકણેએ આજે મારા ગૃહાંગણને પાવન