________________
પ્રવેશકે શ્રી ધર્મપ્રસારક સભા તરફથી છપાવવામાં આવેલ પ્રાચીન વખતનું શ્રી વસ્તુપાલ ચરિત્ર મારી પાસે હતું, જે મેં વાંચ્યું, બીજી વાર લક્ષ્ય પૂર્વક વાંચ્યું, વારે વારે વાંચ્યું અને મારું હૈયું કમળ-પાંખડીની માફક પ્રફુલિત થતું ગયું.
- દેવ-ગુરુ-ધર્મથી વાસિત આત્માને આ શ્રીવાસ્તુપાલ ચરિત્ર છપાવવાની પ્રેરણા થઈ અને મારા આત્માને વિચાર કરવા પ્રેર્યો. વારંવારની આવી વિચારણાને પરિણામે મને થયું, જે શ્રાવક આ વાંચશે તે ગમે તે નાસ્તિક હશે તે આસ્તિક બનશે. આસ્તિક અને ધર્માભિમુખ બનતાં વિતરાગ પરમાત્મા તીર્થંકરે જેવા “સવિ જીવ કરું શાસન રસી” એવા ઉત્તમોત્તમ ભાવ ભાવી પિતે તરશે અને જગતને તારશે.
આ ધ્યેય પૂરું કરવા મેં શ્રીવાસ્તુપાલ ચરિત્ર છપાવવાનું નક્કી કર્યું. જે કે “સારા કામમાં સો વિઘન” એ ન્યાયે મને પણ આ શુભ કામમાં ઘણું વિદને નડયાં પરંતુ
પુન્યાદ વાપ્યતે રાજ્ય, પુન્યાદ વાપ્યતે જય, પુન્યાદ વાપ્યતે લક્ષમી, યતો ધર્મ તત જય.
–એ ન્યાયે મારા શુભ ધ્યેયમાર્ગનાં બધાં વિદને દૂર થયાં અને શ્રીવસ્તુપાલ ચરિત્ર છપાયું એને મને અતિ આનંદ છે.
મુનિ મહદય વિજય મ. સા. * અગાઉથી ગ્રાહકે થયેલ સુશ્રાવની ભુરિ ભુરિ અનુમોદના.