________________
--૪૨૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જિનેશ્વરાદિની વિયાવરચ કરવી. સત્તરમા સ્થાનકમાં સમસ્ત સંઘમાં સમાધિ (શાંતિ) ઉત્પન્ન કરવી. અઢારમા સ્થાનકમાં અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવું. ઓગણીશમાં સ્થાનકમાં શ્રતની ભક્તિ કરવી અને વશમાં સ્થાનકમાં સ્નાત્રેત્સવ, સંઘપૂજા અને સ્વામિવાત્સલ્ય વગેરે શુભ કૃત્યેથી શ્રી નિતીર્થની પ્રૌઢ પ્રભાવના કરવી. સવ તીર્થંકર પૂર્વ ભવમાં વિવિધ પ્રકારના તપ કરીને તીર્થંકરપદના કારણભૂત એવાં આ વીશ સ્થાનકને આરાધે છે.”
આ પ્રમાણેને શ્રી ગુરુમહારાજને ઉપદેશ સાંભળીને સુધર્મના નિધાન એવા મંત્રીએ પ્રૌઢ ઉત્સવપૂર્વક વીશ સ્થાનક-તપને સ્વીકાર કર્યો. પછી વીશ વીશ ઉપવાસ કરવા પૂર્વક વીશ સ્થાનકેને બરાબર વિધિપૂર્વક આરાધીને જિનભક્તિમાં તરંગિત એવા તેણે મહત્સવ અને સંઘવાત્સલ્ય તથા ગુરુભક્તિપૂર્વક તે તપનું એક મહાન્ ઉઘાપન કર્યું. તે આ પ્રમાણે -કર્ણાવતી વગેરે નગરમાં વીશ જિનચૈત્ય ઉપર તેણે સુવર્ણકુંભ કરાવ્યા અને વીશ પંચવણું પ્રતિમાએ કરાવીને ઉત્સવપૂર્વક તે ચામાં સ્થાપના કરી. શ્રતભક્તિ નિમિત્તે તેણે વીશ તીર્થકરોના જુદા જુદા ચરિત્રના ગ્રન્થ લખાવ્યા અને બાર વ્રતધારી એવા વીશ શ્રાવકોને વાત્સલ્યપૂર્વક લાખ દ્રશ્ન આપીને પૂજ્યા.
પછી શ્રી યુગાદિપ્રભુએ ભરત મહારાજાને ઉપદિશેલી ચતુર્દશીરૂપ મહાપર્વ કટિ પુણ્યફળ આપનાર જાણીને પિતાના શ્રેયનિમિત્તે તેણે બંધુ સહિત ચૌદ વર્ષ પર્યત