SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ અષ્ટમ પ્રસ્તાવ સદ્ધિયાઓ કરવી. હે મંત્રિનું ! એ રીતે પ્રથમ સ્થાનકમાં શિવસાધનરૂપ અનેક પ્રકારે કહેવામાં આવેલી જિનભકિત અવશ્ય આચરવી. હવે બીજા સ્થાનકમાં અનંત ચતુષ્ટય જેમના સિદ્ધ થયા છે, અષ્ટ કર્મોથી જે મુકત થયા છે અને લોકારો જે પ્રતિષ્ઠિત થયેલા છે એવા પંદર પ્રકારના સિદ્ધોની ભકિત. કરવી. તે તેમનું ધ્યાન, તેમની પ્રતિમાનું પૂજન, સ્વરૂપચિંતવન, નમસ્કાર તથા જાપ વગેરેથી થઈ શકે છે. ત્રીજા સ્થાનકમાં નિર્મળ એવી પ્રવચનની ભકિત કરવી. ચતુર્વિધ શ્રીસંઘ તે પ્રવચન કહેવાય છે. ચોથા સ્થાનકમાં ગુરુની સમ્યફ પ્રકારે ભકિત કરવી, કારણ કે ગુરુભકિત એ તીર્થકરપદના પરમ બીજરૂપ છે. પાંચમા સ્થાનકમાં વાવૃદ્ધ, પર્યાયવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ એમ ત્રણ પ્રકારના સ્થવિરની ભકિત. કરવી. છઠ્ઠા સ્થાનકમાં બહુશ્રુત એવા સાધુઓની ભકિત. અને સાતમા સ્થાનકમાં વિવિધ પ્રકારના તાયુક્ત તપસ્વી મુનિઓની ભક્તિ કરવી. આઠમા સ્થાનકમાં સમ્યમ્ જ્ઞાનનો સતત્ ઉપયોગ રાખવે. નવમા સ્થાનકમાં શુદ્ધ સમ્યકત્વ. પાળવું. દશમા સ્થાનકમાં ગુણીજનોને વિનય કરો. અગિયારમા સ્થાનકમાં છ પ્રકારે આવશ્યક (પ્રતિકમણ) કરવું. બારમા સ્થાનકમાં નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવું. તેરમાં સ્થાનકમાં પોતાના મનને સમતામાં રાખીને ક્ષણે ક્ષણે શુભ. ધ્યાન કરવું. ચૌરમા સ્થાનકમાં તપવૃદ્ધિ કરવી. પંદરમા. સ્થાનકમાં ભક્તિપૂર્વક સુપાત્રદાન દેવું. સોળમાં સ્થાનકમાં.
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy