________________
ઉલ્લાસ ૧ લે
શ્લેકબંધ ચરિત્ર હું યથામતિ રચવાને પ્રયાસ કરું છું..
ચરિત્ર પ્રારંભ સત્કૃત્યરૂપ વૃક્ષેના ક્ષેત્ર સમાન તથા દિવ્ય અનંત સુખના આસ્વાદરૂપ પ્રશસ્ત (ધાન્ય) સંપત્તિથી સમન્વિત એવા આ જ ભરતક્ષેત્રમાં સ્વર્ગના એક પ્રદેશ સમાન ગુજ૨ નામે દેશ છે, જે અવિનશ્વર લક્ષ્મીનું જન્મસ્થાન અને સંખ્યાબંધ શ્રીમંતોથી સુશોભિત છે. વળી દયાથી સદા આદ્ર અને બહુ જનોને ઉપકારક એવી મહાપુરૂષોની ચિત્તવૃત્તિ સમાન જ્યાં સમસ્ત ક્ષેત્રભૂમિ રસવતી અને બહુ ધાન્યથી લોકને ઉપકાર કરનારી છે, વળી જે દેશમાં પ્રતિગ્રામે જિનભવન તથા વને સુમન (દેવ-પુષ્પ) વડે મનહર હોવાથી નંદન–વન સમાન સુશોભિત લાગે છે, તે દેશમાં વસુધાના અભિનવ વૈિભવ તથા સ્વસ્તિકરૂપ તથા ભુવનમાં અદ્દભુત એવું અણહિલપુર નામે પ્રખ્યાત પત્તન (પાટણ) છે. જ્યાં વસનારા લોકેએ “શત્રુઓ પાસે દીનતાથી પ્રાર્થના કરવી અને યાચકની પ્રાર્થનાનો ભંગ કરે -એ બે વાત જન્મથી જોઈ કે સાંભળી જ નથી; વળી જ્યાંના લોકો વિવેક, વિનય, ન્યાય, સુદાન અને ધનથી વિશ્વના ભૂષણરૂપ અને વિખ્યાત છે. પૃથ્વીના અલંકારરૂપ કીર્તિના કયારા સમાન, ગુર્જર–રાજાઓના તે નગરમાં પ્રાગ્વાટ (પરવાડ) નામે ઉન્નત વંશ હતો. બીજા વંશે (વાંસ) માત્ર ઉપરથી સાર જેવા અને અંદરખાને પિલા હેઈ સદા પત્રને ધારણ કરે છે-અને આ વંશ તે કિયાસાર (અંતરમાં સારરૂ૫) હેઈ.