________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર બતાવનારા તથા નાના પ્રકારનાં સત્કર્મ-પુણ્ય કરવામાં પ્રધાન શ્રી વસ્તુપાલ સમાન કેઈ થયેલ નથી. આ સંબંધમાં એક કવિએ કહ્યું છે કે – 'अन्वयेन विनयेन विद्यया, विक्रमेण सुकृतक्रमेण च । क्वापि कोपि न पुमानुपैति मे, वस्तुपालसदृशो दृशोः पथि ॥
વંશ, વિદ્યા, વિનય, વિક્રમ અને સુકૃતમાં વસ્તુપાલ સમાન અન્ય કોઈ પુરૂષ ક્યાંઈ પણ મારી નજરે આવતો નથી.” વળી શુદ્ધ યશવાળા અને પુણ્યના અથ એવા તે મંત્રીએ અપૂર્વ જિનાલયે, અદ્દભુત મંદિર, દેવતાઓનાં સ્થાનકે, દાનશાળાઓ, પરબ અને યાત્રાએ વિગેરેમાં ત્રીશ અબજ, તેતર કરોડ, સાત લાખ અને બે હજાર પ્રમાણુ દ્રવ્યને વ્યય કર્યો, વળી પુણ્યવંત એવા પૂર્વજોના અતિ નિર્મળ કુળમાં ઉત્પન્ન થઈ પ્રભાવમાં અદ્ભુત તથા શ્રી જિનશાસનને પ્રભાવ (મહિમા) વધારવાથી જે ચારે દિશાઓમાં પ્રસિદ્ધ થયા અને અત્યંત ઉદાર એવા જેણે પિતાની સંપત્તિથી અનેક સુજ્ઞ જનને કુબેર સમાન શ્રીમાનું બનાવી દીધા એવા શ્રીમાન્ સચિવેશ્વર વસ્તુપાલ ચિરકાળ વિજયવંત વર્તો. વળી પિતાના કુળને દીપાવનાર તથા સર્વ કર્મોમાં તીક્ષ્ણ બુદ્ધિવાળે એ બીજે તેજપાલ નામે ભાઈ જેને સંપૂર્ણ સહાય આપનાર હતો, તથા અત્યંત ગરિષ્ઠ એવા ધર્મભાવને લીલાથી જે વહન કરતે હતે તે વસ્તુપાલ મંત્રી સર્વત્ર પ્રશંસાને કેમ ન પામે? એવા સપુણ્યરૂપ જળના મહાસાગર સમાન શ્રી વસ્તુપાલનું