________________
ચરિત્ર રહસ્ય
૧૩
–મંત્રીએ પોતાના લલાટની છાયા પડે ત્યાં નિધાન પ્રકટ થવાની કરેલી વાત–રાજાએ કરેલી તેની ખાત્રી-કપદી યક્ષની પ્રસન્નતા-વરીસિંહ કવિએ કરેલી પ્રશંસા.
લલિતાદેવીએ કરેલું નમસ્કાર તપનું ઉદ્યાપન (પૃષ્ઠ ૨૮૭)અનુપમાદેવીએ કરેલ નંદીશ્વર તપ-પ્રાંતે કરેલું તે તપનું ઉદ્યાપનસૌખેલતાદેવીએ કરેલ નમસ્કાર મંત્રને કોટી જાપ-પ્રાંતે કરેલું તેનું ઉદ્યાપન.
વરધવળ રાજાને વીસલ ને વીરમ નામના બે પુત્ર-વીરમે એક વણિક ઉપર વાપરેલી ક્રરતા–વીરધવળ રાજાને પડેલી તેની ખબરતેણે વીરમનો કરેલો અત્યંત તિરસ્કાર–તેણે ધોળકા છોડી જવું– વીરમે વસાવેલું વીરમગામ-વરધવળ રાજાનું મરણ–વીરમનું ધૂળકે આવવું–તેનું નિરાશ થઈને પાછું જવું–વિરધવળની અંતક્રિયાવીસલને રાજયે બેસાડવો-તેણે વીરમ સાથે કરેલ વિગ્રહ-વીરમનું નાસીને જાવાલીદુર્ગ તરફ જતા રહેવું–તેના સસરાનો લીધેલો આશ્રય –તેણે કરવા માંડેલી ધાડચેરી-મંત્રીએ મોકલેલે તેના સસરા ઉપર લેખ-વીરમનું મૃત્યુ-વીસલની રાજ્યવૃદ્ધિ–તેણે વસાવેલ વીસલપુર ગામ –ડાહલેશ્વર નરસિંહ રાજા સાથે વિરોધ–તેણે કરેલી ધોળકા ઉપર ચડાઈ–વીસલદેવને લાગેલ ભય-તેજપાળનું ડાહલેશ્વરની સામે યુદ્ધ કરવા નીકળવું–ડાહલેશ્વરે કરેલી સલાહ અને આપેલ દંડ-તેજપાળનું ધોળકે આવવું–વીસલદેવે આપેલ સન્માન–વસ્તુપાળનું યાત્રાથે જવું –દેવેન્દ્રસૂરિએ આપેલ ઉપદેશ–વીસલદેવે તેના મામા સિંહને આપેલી રાજસત્તા–તેજપાળની જગ્યા નાગડને આપવી–એક મુનિની ગફલતથી સિંહના મસ્તક પર પડેલી ધૂળ–તેણે મુનિને મારેલ માર–વરતુપાળે કરાવેલ તેને કરછેદ-સિંહનું રાજસેના સાથે મંત્રીના ઘર પર ચડી આવવું–મંત્રીના ખાનગી સેન્ચે કરેલો અવરોધ–યુદ્ધની તૈયારી–રાજગુરુનું વસ્તુપાળ પાસે આવવું–તેણે બતાવેલ શાંતિના વિચારે