SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પુત્ર સહિત સ્ટમાન થયેલ તેજપાલ મંત્રી પોતે જ ઘૂઘુલરાજાની સાથે ભીષ્મ સંગ્રામ કરવા લાગ્યું. થોડા વખતમાં શત્રુન્યરૂપ મહાસાગરમાં પ્રસાર પામતા વડવાનલ સમાન તે મંત્રીએ શત્રુમંડળ (સૈન્ય)નું શોષણ કરી નાખ્યું. પછી ઉદ્દામ તેજથી દેદીપ્યમાન અને વીરણિમાં શિરોમણિ એવા ગોદ્રાધિપતિની નજીક આવતાં મહા ઉદ્યમી એવો તે મંત્રી આનંદ પામ્યું. તે વખતે ઈદ્રના વજને પણ દુર્ભેદ્ય તથા વસુધાને ધારણ કરવામાં સમર્થ એવી તે રાજાની આકૃતિ જોતાં વિસ્મય પામેલો મંત્રીશ્વર મનમાં ચિંતવવા લાગે કે-અહે ! આ ગોદ્રાધિપતિની અત્યારે કાંતિ, રૂપ, ભુજબળ, અને સત્ત્વશાલિતા કેવી શ્રેષ્ઠ દેખાય છે? મંત્રી આમ વિચારે છે તેવામાં અંધકારને દૂર કરનાર તથા તેજમાં સૂર્ય સમાન એવા તેજપાલને જોઈને ઘૂઘુલ રાજા પણ સૂર્યકાંતની જેમ અધિક દીપ્ત થયે. તે વખતે અદીન મુખની કાંતિવાળે તથા મેઘની જેવી ગર્જના કરતે અશ્વરાજપુત્ર, તે મંડલેશને કહેવા લાગ્યો કે “દુરાચારી પુરૂષોના આધારભૂત તથા સદા દુષ્કર્મ કરનારા એવા હે દુષ્ટ અને મૂર્ખ શિરોમણિ રાજન્ ! ચૌલુક્યકુળના સૂર્યરૂપ ગુર્જરપતિને તે જે હાથે અંજનગૃહ (કાજળની ડબી) વિગેરેની ભેટ મોક્લી હતી તે તારે હાથ મને સત્વર દેખાડ.” આ પ્રમાણેનાં તેનાં અત્યંત કર્ણકટુ વચન સાંભનીને છાણના અગ્નિની જેમ બળતા ઘુઘલ રાજાએ પણ અત્યંત રોષ લાવીને તેને કહ્યું કે અરે શિષ્ટ જનોને સતાવનાર, ફૂટ બુદ્ધિબળથી ઉત્કટ, અને સદા લાંચરૂપ
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy