SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ . .. તૃતીય પ્રસ્તાવ : ૧૨૫. ભૂમિમાં દેવાંગનાઓ સાથે આનંદ કરે છે અથવા તે દુમ એવા શત્રુઓના શરીરમાંથી ઝરતા શાણિતરૂપ કુંકુમથી વિભૂષિત થઈને રણરંગમાં વિજયલક્ષમીને વરે છે. કહ્યું છે કે-“સ્વામિના કાર્યમાં પાછા હઠયા સિવાય મરણ પામનારા સેવકે સ્વર્ગમાં અક્ષય વાસ અને ધરણીતલપર અક્ષત કીતિ મેળવે છે. પિતાના સ્વામીને માટે પ્રાણ અર્પણ કરનારા ઉત્તમ સેવકે જે ગતિને પામે છે, તે ગતિ જ્ઞાની ગીઓ પણ પામી શક્તા નથી, માટે આપણે ઉત્સાહિત થઈને સમાચિત એવું કાર્ય કરીએ કે જેથી જગતમાં જય પામનાર અને બળીષ્ટ એવા ગુજરેન્દ્રને શરમાવું ન પડે.” આ પ્રમાણે બધા રાજા તથા સુભટને શબ્દરચનાવડે હિંમત આપીને તેમ જ “ધર્મથી જ પુરૂષે જયને મેળવે છે અને ધર્મથી જ જગતમાં ગુરૂતા-હેટાઈ પ્રાપ્ત થાય છે એવો મનમાં વિચાર કરીને સચિવેશ્વરે તે વખતે શત્રુઓની જયશ્રીને વશ કરવામાં કાર્યણરૂપ ગુરૂમહારાજે બતાવેલા ભક્તામરસ્તેત્રના બે શ્લોકનું તેણે અશ્વપર બેઠા બેઠા જ પોતાના મનમાં ક્ષણભર સ્મરણ કર્યું. “આપત્તિના સમયમાં દેવગુરૂનું મરણ જ પ્રાણીને આલંબનરૂપ છે.” તે કાવ્યના મરણથી તરત જ તેના માહાસ્યથી આકર્ષાયેલા, સંતુષ્ટ મનવાળા અને પિતાના તેજ:પુંજથી સૂર્યમંડળના તેજને પણ પરાભવ પમાડનારા કપરી મહાયને તથા અંબિકા દેવીને સાક્ષાત્ પિતાના સ્કધપર બેઠેલા તે મંત્રીરાજે જોયા. તેમને જોતાં જ અત્યંત પ્રમાદ પામીને પિતાના વિજયના થયેલા નિશ્ચયથી વૃદ્ધિ પામેલા રણેત્સાહવાળા અનેક રાજ
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy