________________
( ૧૨૭
તૃતીય પ્રસ્તાવ માંસને ગ્રહણ કરવાથી કલંકિત થયેલા નીચ મંત્રી ! રાજાએની અવજ્ઞા કરતાં તે પિતાની પૂર્વાવસ્થાને કેમ ભૂલી જાય છે ? હવે ખરેખર હે પાપી! તારે અંતકાળ જ પાસે આવ્યે લાગે છે. વળી આ મારો હાથ સામે થનારા શત્રુએની જયશ્રીના કીડાગ્રહરૂપ હોવા છતાં તારા જેવા વણિકકીટને મારવાને માટે લજજા પામે છે. મૃગની સાથે મૃગેંદ્ર અને કાગની સાથે ગરૂડની જેમ તારી સાથે રણક્રીડા કરતાં મને કીર્તિને કે જયશ્રીને–એકેને લાભ પ્રાપ્ત થાય તેમ નથી.”
આ પ્રમાણે પરસ્પર સંભાષણ કર્યા પછી કેપથી વિકરાળ થયેલા એવા તે બંનેની વચ્ચે કિરાત અને અર્જુનની જેમ દેવોને પણ દુશાલક્ય એવું દ્વંદ્વયુદ્ધ શરૂ થયું. એટલે પિતપતાના સ્વામીના કાર્યમાં ઉત્સુક તથા પ્રગટ બળવાળા એવા અન્ય વીર સુભટો પણ એકબીજાને બોલાવીને યથાયોગ્ય યુદ્ધ કરવા લાગ્યા. એવામાં દિવ્ય બળના ઉલ્લાસથી મંત્રીશ્વરે વિશ્વના કંટકરૂપ ઘૂઘુલ રાજાને લીલામાત્રમાં અશ્વ ઉપરથી નીચે પાડી નાખે, અને તથાપ્રકારના વીરરસના આવેગથી જેનું મન પૂરિત છે એવો મહાબાહુ મંત્રી તરત જ તેની ઉપર ધસી ગયો. પછી પાપથી પૂતિ એવા તેને પિતાની ભુજામાં પકડીને સચિવેશ્વરે તરત જ કોંચબંધને બાંધી લીધું અને ભયબ્રાંત થયેલા સર્વ સુભટના દેખતાં તેણે જીવતા શાલની જેમ તેને કાષ્ઠપંજરમાં નાખી દીધે. પછી બ્રહ્માંડના ઉદરને પૂરી નાખે