________________
श्रीकुमारविहारशतकम्
ભાવાર્થ - જે ચૈત્યની અંદર ચળકતા નક્ષત્રો, રાશિઓ અને ગ્રહોના સમૂહથી જેણે આસપાસની ભૂમિને વ્યાપ્ત કરેલી છે અને સુવર્ણના તેજવાળા અને મસ્તક ઉપર અંબર (આકાશ પક્ષે વસ્ત્ર) ને પ્રાપ્ત કરનારા દંડથી જેનું શરીર વ્યાપ્ત થયેલું છે એવો પૂર્ણિમાનો ચંદ્ર મોતીઓના હારના ગુચ્છોથી વિષમ અને ઉંચા વિસ્તારવાળા પ્રાંત ભાગની અણિઓવાળા શ્વેત છત્રની પૂર્ણ શોભાને પામે છે. ૧૦૨।।
૧૧૪
વિશેષાર્થ – આ શ્લોકથી કવિ ચંદ્રને છત્રની સાથે સરખાવે છે. તે ઉંચા ચૈત્ય ઉપર આવેલો ચંદ્ર છત્રની પૂર્ણ લક્ષ્મીને-શોભાને પ્રાપ્ત કરે છે. છત્રની નીચે દંડ હોય છે, તેમ ચંદ્રની નીચે તે ચૈત્યનો ઉચો ધ્વજદંડ છે. ઉચે રહેલા ચંદ્રે નક્ષત્ર-તારા મંડલને વ્યાપ્ત કરેલા છે, અને તેના મસ્તક ઉપર આકાશ આવેલું છે. આથી મોતીઓના હારના ગુચ્છવાળા છત્ર દંડના જેવો દેખાવ લાગે છે. અહિં અંબર શબ્દના બે અર્થ થાય છે. ધ્વજદંડના મસ્તક ઉપર અંબર-આકાશ આવેલું છે અને અંબર-વસ્ત્ર પણ આવેલું છે. મોતીઓને અને તારા મંડલને સરખાવી કવિએ પૂર્ણોપમા અલંકાર વર્ણવ્યો છે. ૧૦૨
दिव्यश्रव्यावधीनां द्विषति मधुमुचां वेणुवीणारवाणां तूर्योद्रीर्णे श्रवांसि स्थगयति निनदे निर्दयास्फारघोरे । अन्योन्यं गात्रगाढव्यतिकरनिहताशेषपाणिक्रियाणां यात्रायां नेत्रनृत्यैर्भवति तनुभृतां यत्र कृत्योपदेशः ॥ १०३॥
? A
...
...
-
स्फाल ।