________________
श्रीकुमारविहारशतकम्
૧૧૫
अवचूर्णि:- दिव्यश्रव्यावधीनां मधुमुचां वेणुवीणारवाणां द्विषति तूर्योद्गीर्णे निर्दयास्फारघोरे निनदे श्रवांसि स्थगयति यत्र प्रासादेऽन्योन्यं गात्रागाढव्यतिकरनिहताशेषपाणिक्रियाणां तनुभृतां नेत्रनृत्यैः कृत्योपदेशो મવતિ | ‘દિષો વાતૃશ' (સિદ્ધહેમ, ૨/૨/૮૪) રૂતિસૂત્રણ वेणुवीणारवाणामिति षष्ठी । गात्रस्य वपुषो गाढं यथा स्यात्तथा व्यतिकरः संमर्दः तेन निहता हता अशेषाः पाणिक्रिया हस्तचालनानि येषां तनुभृतां । घोरे रौद्रे ॥१०३॥
ભાવાર્થ - જે ચૈત્યની અંદર દિવ્ય ગાયનની અવધિ રૂપ અને માધુર્યને વર્ષનારા વેણુ, અને વીણાના શબ્દોનો દ્વેષ કરનાર તેમજ નિર્દય તાડનથી ભયંકર એવો વાજિંત્રોનો શબ્દ જેમની કર્ણેદ્રિયોને ઢાંકી દેતો હતો અને પરસ્પર શરીરના ગાઢ દબાણને લઈને તેમની હાથની બધી ક્રિયા હણાઈ ગઈ હતી; એવા યાત્રાને વિષે આવેલા પ્રાણીઓના બધા કાર્યોનો ઉપદેશ નેત્રોના નચાવવાથી થાય છે. ૧૦૩
વિશેષાર્થ – તે કુમારવિહાર ચૈત્યની અંદર વાજિંત્રોનો ધ્વનિ એટલો મોટો થતો હતો કે, જે ધ્વનિ દિવ્ય ગાયનના અવધિ રૂપ અને માધુર્ય વર્ષનારા વેણુ તથા વીણાના ધ્વનિઓનો દ્વેષ કરતો હતો અર્થાત્ તેમને દબાવી દેતો હતો. તે ધ્વનિને લઈને ત્યાં યાત્રાને માટે આવેલા લોકોના કાન બહેરા થઈ જતા તેથી તેઓ એક બીજાના શબ્દને સાંભળી શકતા ન હતા. વળી તેમના શરીર પરસ્પર ભીડમાં આવતા અને તેથી તેમના હાથ બંધાઈ જતા હતા. જ્યારે વાજિંત્રોના ધ્વનિથી કાન અને ભીડને લઈને હાથ અટકી પડતા, ત્યારે તેઓ આંખોના ઈશારાથી પરસ્પર કાર્યની સમજૂતી આપતા હતા. આ ઉપરથી ચૈત્યના વાજિંત્રોની અને યાત્રાના ઉત્સવની ઉન્નતિ દર્શાવી છે. ૧૦૩
? A -
ઋled |